Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SSG હોસ્પિટલના બેદરકાર કેન્ટીન સંચાલકને સામે મોટી કાર્યવાહીની તૈયારી

VADODARA : વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના કેન્ટીનમાં તાજેતરમાં પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક વસ્તુઓ અખાદ્ય મળી આવી હતી, સાથે જ કેન્ટીનમાં સ્વચ્છતાનું સ્તર બિનઆરોગ્યપ્રદ હોવાનું જણાઇ...
vadodara   ssg હોસ્પિટલના બેદરકાર કેન્ટીન સંચાલકને સામે મોટી કાર્યવાહીની તૈયારી

VADODARA : વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના કેન્ટીનમાં તાજેતરમાં પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક વસ્તુઓ અખાદ્ય મળી આવી હતી, સાથે જ કેન્ટીનમાં સ્વચ્છતાનું સ્તર બિનઆરોગ્યપ્રદ હોવાનું જણાઇ આવ્યું હતું. જે બાદ એસએસજી હોસ્પિટલનું તંત્ર જાગ્યું છે. અને ચારભૂજા કેટરીંગના સંચાલકોને નોટીસ પાઠવી એક દિવસમાં લેખીતમાં જવાબ માંગવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્યના પ્રશ્ને મોડે મોડે જાગેલા એસએસજી હોસ્પિટલ તંત્રની ઢીલી કામગીરી ચર્ચાનો વિષય બની છે.

Advertisement

લેખીતમાં જવાબ આપવા જણાવ્યું

મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં જેટલા સારી તબિબિ સેવાઓ મળે છે, તેટલી જ ખરાબ વ્યવસ્થા અહિંયા હોવાનું મુલાકાતીઓનું માનવું છે. તાજેતરમાં એસએસજી હોસ્પિટલના કેન્ટીનમાં પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતા. દરોડામાં સડેલા શાકભાજી, ખાંડમાંથી જીવાત સહિત અનેક વાંધાનજક વસ્તુઓ મળી આવી હતી. જે બાદ તેનું સેમ્પલીંગ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ પાલિકાની ટીમની કાર્યવાહી બાદ એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા કેન્ટીન સંચાલકને નોટીસ ફટકારવામાં આવી છે. અને તેનો એક દિવસમાં લેખીતમાં જવાબ આપવા માટે જણાવ્યું છે.

Advertisement

કોન્ટ્રાક્ટ રદ્દ કેમ ન કરવો !

ચારભુજા કેટરીંગ, નવાપુરા - છોટાઉદેપુરને પાઠવવામાં આવેલી નોટીસમાં જણાવાયું છે કે, 20 જુનના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેન્ટીન વિઝીટ દરમિયાન ઘણી બધી ક્ષતીઓ જોવા મળી છે. જેમાં ખાદ્ય પદાર્થની વસ્તુઓમાં જીવાત, બગડી ગયેલા ટામેટા, વાસી ચટણી, તેમજ ખુલ્લા ખોરાક અને આવશ્ક સ્વચ્છતા ન્હતી. જેની ગંભીર અસર ભોજન જમનાર લોકોના સ્વાસ્થ્ય પર થઇ શકે તેમ છે. આ ઘટના બાબતે કોન્ટ્રાક્ટની શરતોનો સીધે સીધો ભંગ કર્યો છે. કોન્ટ્રાક્ટની શરતોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી, તેમજ તમારો કોન્ટ્રાક્ટ રદ્દ કેમ ન કરવો તે બાબતોનો લેખીતમાં ખુલાસો એક દિવસમાં આપવાનો રહેશે.

તંત્રની ઢીલાશ લોક ચર્ચાનો વિષય

આ નોટીસ પાલિકાની કામગીરી બાદ મોડે મોડે આવતા તંત્રની ઢીલાશ લોક ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાય સમયથી એસએસજી હોસ્પિટલના કેન્ટીનમાં મળતા ભોજનની ફરિયાદ સ્થાનિક કોર્પોરેટર સુધી પહોંચી શકે, તો હોસ્પિટલના સત્તાધીશો સુધી કેમ ન પહોંચી જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલનું કેન્ટીન “બિમારીનું ઘર”, જાણો તપાસમાં શું મળ્યું

Tags :
Advertisement

.