Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્વયં અને સમાજ માટેની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી

VADODARA : પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી "યોગ વિદ્યા"ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને...
vadodara   સ્વયં અને સમાજ માટેની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી

VADODARA : પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી "યોગ વિદ્યા"ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” (INTERNATIONAL YOGA DAY) તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

રાજયમાં વિશાળ જન ભાગીદારી

તદ્દનુસાર વર્ષ-૨૦૧૫થી પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૧મી જુન ૨૦૨૪ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં તા.૨૧મી જૂનના રોજ વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર હોવાનું કલેકટર બીજલ શાહે જણાવ્યું છે.

જિલ્લા-તાલુકા કક્ષાએ કાર્યક્રમો યોજાશે

કલેકટરએ જણાવ્યું કે, વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ,નારાયણ સરોવર ખાતે યોજવામાં આવ્યો છે.આ ઉપરાંત વડોદરા તાલુકાનો કક્ષાનો કાર્યક્રમ વ્યાસવર મહાદેવ - દેના,ભીમનાથ મહાદેવ સાવલી,એમ.કે. હાઈસ્કુલ ,ડેસર, તાલુકા પ્રાથમિક શાળા વાઘોડીયા,લકુલેશ વિદ્યામંદિર, કાયાવરોહણ,ગજાનંદ આશ્રમ,માલસર અને નારેશ્વર મંદિર લીલોડ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

Advertisement

વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી

કલેકટરે જણાવ્યું કે,યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા,તાલુકા, નગરપાલિકા,ગ્રામ્ય, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક, ધાર્મિક, હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અસરકારક ઉજવણી માટે અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો -- IDAR : પાંજરાપોળ દ્વારા 140 એકર જમીન ખૂલ્લી કરાવવાની હિલચાલ

Advertisement

Tags :
Advertisement

.