Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચોમાસા પહેલા રોડ પર ભૂવાની દસ્તક

VADODARA : સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં વરસાદ (VADODARA - RAIN, MONSOON) બાદ રોડ-રસ્તા (ROAD POTHOLE) પર ભૂવા પડતા હોય છે. પરંતુ હવે તો ચોમાસા પહેલા જ ભૂવાએ દસ્તક દીધી હોય તેવું સામે આવ્યું છે. વડોદરામાં વાહનોથી સતત ધમધમતા ન્યુ વીઆઇપી...
vadodara   ચોમાસા પહેલા રોડ પર ભૂવાની દસ્તક

VADODARA : સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં વરસાદ (VADODARA - RAIN, MONSOON) બાદ રોડ-રસ્તા (ROAD POTHOLE) પર ભૂવા પડતા હોય છે. પરંતુ હવે તો ચોમાસા પહેલા જ ભૂવાએ દસ્તક દીધી હોય તેવું સામે આવ્યું છે. વડોદરામાં વાહનોથી સતત ધમધમતા ન્યુ વીઆઇપી રોડ પર ગટરના ઠાંકણા પાસેની જગ્યાએ ભૂવો સામે આવ્યો છે. જો સમયસર તેનું પુરાણ કરવામાં નહિ આવે તો કોઇ વાહન ખાસ કરીને ટુ વ્હીલર તેમાં ફસાઇ જવાની પ્રબળ શક્યતાઓ છે.

Advertisement

રોડ બેસી જતા મુશ્કેલી

વડોદરા સહિત દેશભરમાં ઉનાળાનું અંત તરફ અને ચોમાસાનું આગમનની દિસામાં પ્રયાણ થઇ રહ્યું છે. સામાન્ય સંજોગોમાં ચોમાસામાં રોડ-રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હવે તો ભૂવા પણ ચોમાસા પહેલા દસ્તક દેતા થઇ ગયા છે. તાજેતરમાં વડોદરાના સૌથી વ્યસ્ત અને સતત વાહનોના ધમધમાટ ધરાવતા ન્યુ વીઆઇપી રોડ પર ભૂવો પડ્યો છે. આ ભૂવો ગટરથી પાસે છે. કારેલીબાગ વુડા સર્કલ નજીક વરસાદી ગટરની બાજુમાં જ રોડ બેસી જતા વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઇ છે.

ભર ચોમાસે કેવી સ્થિતીનું સર્જન થશે !

જો કોઇ વાહનચાલક ધ્યાન ચુકે તો ખાસ કરીને ટુ વ્હીલરનું અડધા જેટલું ટાયર અંદર ખુંપી જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ આ ઘટનાને લઇને પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. શહેરીજનોમાં ભારે ચર્ચા છે કે, જો ચોમાસા પહેલા રોડ-રસ્તા આવી હાલતમાં હોય તો, ભર ચોમાસે કેવી સ્થિતીનું સર્જન થશે !

Advertisement

તો મુસીબત...

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય માર્ગ પર ભૂવા સામે આવતા જ તેનું મરામત કાર્ય કરવું જરૂરી છે. નહી તો ચોમાસામાં પાણી ભરાયેલા રસ્તા પરનો ભૂવો ચાલકને ન દેખાયો, અને તે ખાબક્યો તો મુસીબત ઉભી થઇ શકે છે.

આ પણ વાંચો -- Valsad: વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતી

Advertisement

Tags :
Advertisement

.