Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દુષ્કર્મના આરોપી સાથે પોલીસનો "મૈત્રીપૂર્ણ" વ્યવહાર

VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપી સાથે પોલીસના મૈત્રીપૂર્ણ વ્યવહાતની હકીકત બયાન કરતી તસ્વીરો સામે આવવા પામી છે. ખરા અર્થમાં તો પોલીસ પ્રજાનો મિત્ર તેમ કહેવાય છે. પરંતુ...
vadodara   દુષ્કર્મના આરોપી સાથે પોલીસનો  મૈત્રીપૂર્ણ  વ્યવહાર

VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપી સાથે પોલીસના મૈત્રીપૂર્ણ વ્યવહાતની હકીકત બયાન કરતી તસ્વીરો સામે આવવા પામી છે. ખરા અર્થમાં તો પોલીસ પ્રજાનો મિત્ર તેમ કહેવાય છે. પરંતુ હવે આ કહેવત જુની થઇને પોલીસ આરોપીના મિત્ર હોય તેવી છબી ઉપસીને સપાટી પર આવવા પામી છે. ગણતરીના પોલીસ કર્મીઓની કરતુતોના કારણે પોલીસ આરોપીનો મિત્ર હોય તેવું જોવા મળી રહ્યું છે. શિસ્ત માટે જાણીતી પોલીસ ફોર્સમાં આ પ્રકારની જાહેરમાં અશિસ્ત કરનારા સામે કડકાઇ દાખવવી જરૂરી છે.

Advertisement

દુષ્કર્મ બાદ પોક્સો કેસ નોંધાયો

તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલા દ્વારા મકરપુરા પોલીસ મથકમાં પ્રણવ ઉર્ફે રાહલ પ્રસાદકમાર મંડલ (હાલ રહેવાસી તથા 8402, કલ્યાણી,જા.નદિયા) (મૂળ રહેવાસી- નં.7, ગરપરા, ગોબરડાંગા નોર્થ-24 પ્રગ્નાસ-743252 વેસ્ટ બંગાલ) સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આ કેસના તપાસ અધિકારી મહિલા પીએસઆઇ દ્વારા આરોપીની પરત લાવવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હોવાના મામલે મહિલાએ પોલીસ કમિશનરને અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી. બાદમાં તપાસ અધિકારીની બદલી કરી દેવામાં આવી હતી. તે દરમિયાન મહિલાની સગીર દિકરી સાથે પણ આરોપીએ અડપલાં કર્યા હોવાનું સામે આવતા તેની સામે પોક્સોનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

આ ઘટના નજીકથી કેમેરામાં કેદ થઇ

તાજેતરમાં આરોપીને કલકત્તાથી પકડી લાવીને તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને કોર્ટમાં રજુ કરતી વેળાએ તેની સાથે જાપ્તામાં રહેલા પોલીસ જવાનોએ તેના ગળે હાથ નાંખીને મૈત્રીપૂર્ણ સ્વભાવનો પરિચર કરાવ્યો હતો. આ ઘટના નજીકથી કેમેરામાં કેદ થઇ હતી. બે અલગ અલગ તસ્વીરો સામે આવવા પામી છે. જે પૈકી એકમાં સાદા પકડામાં પોલીસ જવાન આરોપીના ખભે હાથ મુકે છે. અને અન્ય તસ્વીરમાં વર્દીમાં સજ્જ પોલીસ જવાન આરોપીના ખભે હાથ મુકે છે. તેવું પણ ધ્યાને આવ્યું કે, આરોપીને પોલીસે હથકડી નથી પહેરાવી. હવે પોલીસ પ્રજાનો મિત્ર છે, તે સાંભળ્યું હતું. પરંતુ વડોદરામાં પોલીસ આરોપીનો મિત્ર હોય તેવો વ્યવહાર આજે સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SOG ના દરોડામાં રૂ. 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણની અટકાયત

Advertisement
Tags :
Advertisement

.