VADODARA : પાલિકાના પટાંગણમાં વિરોધ જારી, મનાવવાના પ્રયાસો નિષ્ફળ
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના હાઉસિંગના 300 જેટલા મકાનો જર્જરિત હોવાથી તેમના વિજ-પાણી કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. જેને લઇને મહિલાઓ સહિતનો મોરચો ગતરોજ પાલિકાની કચેરીએ પહોંચ્યો હતો. અને ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે આજે વિરોધ પ્રદર્શનને 24 કલાક પૂર્ણ થયા છે. હજી પણ સ્થાનિકો અડગ રહીને વિરોધ દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ પાલિકાની કચેરીના પટાંગણમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગતરાત્રે પૂર્વ મેયર સહિતના કોર્પોરેટરો સ્થાનિકોને મનાવવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ તે વાટાઘાટો નિષ્ફળ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ મામલે આગલ શું થાય છે તે જોવું રહ્યું.
ઘરે ખાવાના વાંધા છે
પાલિકાની કચેરીના પટાંગણમાં વિરોધ કરનાર સ્થાનિક મીડિયાને જણાવે છે કે, અમારા ઘરે વિજ-પાણી કનેક્શન નથી. ઘરે છોકરાઓ હેરાન થાય છે. છોકરાઓ હેરાન થાય છે. ઘરે ખાવાના વાંધા છે. ગરમી વધું છે. ચોમાસાના ટાઇમે અમારે જવું ક્યાં, રહેવું ક્યાં. ઘર છે પણ લાઇટ નથી. રહેવું કેવી રીતે ? તે લોકોની અમારી વાત સાંભળવી નથી. તેમને તેમનું કરવું છે. તે લોકો અમારી પ્રોબ્લેમ સમજવા તૈયાર નથી. અમે અહીંયા રહ્યા છે, અમે અહીંયા સુતા છે, તેમણે એક દિવસ બહાર રહેવું જોઇએ, તો તેમને ખબર પડે.
કાલે રવિવાર છે
સ્થાનિક મહિલા મીડિયાને જણાવે છે કે, હજુ સીધી તે લોકોએ કશું કર્યું નથી. અમે અહિંયા જમ્યા, અને સુતા છે. અમારા ત્રણ કનેક્શન ચાલુ કરવામાં આવે તેટલી જ અમારી માંગ છે. જ્યાં સુધી નહી ચાલુ થાય ત્યાં સુધી અમે નહી જઇએ. બધાના કનેક્શન શરૂ થઇ જવા જોઇએ. કાલે રવિવાર છે, બધું બંધ હશે, આજે બધુ ચાલી થઇ જવું જોઇએ.
તમે 15 દિવસમાં આ ઘર બનાવી દેશો
મદદ કરનાર જયભાઇ મીડિયાને જણાવે છે કે, અમે લીગલ હેલ્પ કરી રહ્યા છે. કાયદામાં શું બને તે પ્રમાણે કોર્પોરેટર કે કોઇ જવાબ આપવા તૈયાર નથી. તે લોકો સમજાવવા ન્હતા આવ્યા, તે લોકો ખરેખર એક કરાર લાવે છે. તમે 15 દિવસમાં આ ઘર બનાવી દેશો, સહી કરો. તેમાં છેલ્લે લખ્યું છે કે, જો નહી થયું, અને મકાન જર્જરિત રહેશે, તો હું તેની જવાબદારી નહી લઉં, અને હું મારૂ ઘર તોડવા દઇશ, તેમ લખીને આપે છે. હજી પાણી ચાલુ થયું નથી. 15 દિવસ માટે જેણે સહી કરી છે, તેનો એક દિવસ ખતમ થઇ ગયો છે.
જમીન લેવામાં રસ છે
વધુમાં તેમણે મીડિયાને જણાવ્યું કે, આમાં ટેક્નિકલ મુદ્દાઓ છે, જર્જરિતનો મતલબ થયું છે તેનો મતલબ શું ? 312 મકાનો બધા જર્જરિત છે ? અને કયા દિવાલમાં પ્રોબ્લેમ છે ? ઉચ્ચક વાત કરી છે, અને નોટીસ આવી છે. જર્જરિત થયો છે, તેનો રિપોર્ટ અમે માંગી રહ્યા છે, તે આપતા નથી. કોના મકાનમાં પ્રોબ્લેમ છે, તે પણ કહેતા નથી. ખાલી બધાને સુપડા સાફ કરી દીધા છે. ક્યાં રીપેર કરવાનું છે, તે જણાવવામાં તેમને કોઇ રસ નથી. તેમને માત્ર અમારી પાસેથી લખાવી લેવામાં રસ છે. અમારા હાથ બાંધી દેવામાં અને અમારી જમીન લેવામાં રસ છે. પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશભાઇ બોલીને ગયા કે, અમારી માટે કર્યું છે. તેમને મતલબ શું છે ? અમારા માટે ગટલની લાઇન, પાણીની લાઇન કાપી દીધી. આવી કોઇ જોગવાઇ જીપીએમસી એક્ટમાં નથી. અમારા પર જે કલમ લગાડવામાં આવી છે. તેમાં આ પ્રકારની કોઇ જોગવાઇ નથી. આ કાર્ય કર્યું છે, તે ગેરકાયદેસર થઇ રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : પારૂલ યુનિ.ના વિદ્યાર્થીએ તણાવમાં જીવન ટુંકાવ્યું