Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રોડ સાઇડ છાપરામાં રહેતા મહિલાનો કાન કાપી લૂંટ

VADODARA : વડોદરા પાસે પાદરામાં રોડસાઉડ છાપરામાં રહેતી વૃદ્ધ મહિલાનો મધરાત્રે કાન કાપીને સોનાના ઘરેણાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનામાં અજાણ્યા શખ્સે મહિલાનું મોઢું દબાવી રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના સમયે ઘરના સભ્યો અન્ય...
vadodara   રોડ સાઇડ છાપરામાં રહેતા મહિલાનો કાન કાપી લૂંટ

VADODARA : વડોદરા પાસે પાદરામાં રોડસાઉડ છાપરામાં રહેતી વૃદ્ધ મહિલાનો મધરાત્રે કાન કાપીને સોનાના ઘરેણાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનામાં અજાણ્યા શખ્સે મહિલાનું મોઢું દબાવી રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના સમયે ઘરના સભ્યો અન્ય રૂમમાં સુતા હતા. લૂંટ બાદ મહિલાએ બુમાબુમ કરતા ઘરના સભ્યો ઉઠ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

અચાનક એક શખ્સે મોઢું દબાવી દીધું

પાદરા પોલીસ મથકમાં મધુબેન શાંતિલાલ સોલંકી (રહે. સોમનાથ પેટ્રોલ પંપની સામે, ડભાસા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, છેલ્લા 10 વર્ષથી તે જંબુસર-પાદરા રોડ પર સાઇડમાં બાંધેલા છાપરામાં રહે છે. છેલ્લા પંદર વર્ષથી તે સોનાના વિંટળા, નખલી, બુટ્ટી પહેરે છે. 16, મે ના રોજ રાત્રે 9 - 30 કલાકે ઘરના સભ્યો છાપરામાં સુઇ ગયા હતા. મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સે સાડીનો પાલવ હટાવતા તેઓ જાગી ગયા હતા. અને અચાનક એક શખ્સે મોઢું દબાવી દીધું હતું. અને બીજા શખ્સે મહિલાએ પહેરેલો સોનાના ઝવેરાત ખેંચ્યા પણ નિકળ્યા ન્હતા. તેવામાં ધારદાર હથિયાર વડે એક કાન કાપી બધુ લઇ લીધું હતું. અન્ય કાનમાંથી તે સરળતાથી નિકળી ગયું હતું. તમામ સોનાના ઝવેરાતનું માપ 4 તોલા જેટલું થવા પામે છે. અને તેની કિંમત રૂ. 2 લાખ આંકવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા

બાદમાં બે ઇસમો નાસી ગયા હતા. બુમાબુમ થતા પરિજનો ઉઠી ગયા હતા. અને લૂંટારૂ જે દિશામાં આગળ વધ્યા તે દિશામાં દોડ્યા હતા. પરંતુ કોઇ મળી આવ્યું ન્હતું. કાન કપાઇ જવાને કારણે લોહી નિકળતું હોવાથી મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ચૂંટણી પૂર્ણ થતા ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં

Advertisement
Tags :
Advertisement

.