Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કુતરૂ આડુ આવતા બાઇક સ્લીપ, બેઠેલા શખ્સને બે ફ્રેક્ચર

VADODARA : વડોદરા (VADODARA) પાસે રખડતું કુતરૂ આડે આવતા બાઇક સ્લિપ થઇ ગઇ હતી. અને બાઇક પર સામાન લઇ જઇ રહેલા બંને પટકાયા હતા. આ ઘટનામાં બાઇકની પાછળના ભાગમાં બેઠેલા શખ્સને બે ફ્રેક્ચર થયાનું નિદાન ખાનગી હોસ્પિટલમાં થયું હતું. અને...
vadodara   કુતરૂ આડુ આવતા બાઇક સ્લીપ  બેઠેલા શખ્સને બે ફ્રેક્ચર

VADODARA : વડોદરા (VADODARA) પાસે રખડતું કુતરૂ આડે આવતા બાઇક સ્લિપ થઇ ગઇ હતી. અને બાઇક પર સામાન લઇ જઇ રહેલા બંને પટકાયા હતા. આ ઘટનામાં બાઇકની પાછળના ભાગમાં બેઠેલા શખ્સને બે ફ્રેક્ચર થયાનું નિદાન ખાનગી હોસ્પિટલમાં થયું હતું. અને તે બાદ તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે બાઇક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ડ્રાઇવરનો ફોન આવ્યો

વરણામા પોલીસ મથકમાં પિન્કેશભાઇ મહેન્દ્રભાઇ પાટણવાડીયાએ નોંધાયેલી ફરિયાદ અનુસાર, 11, ને ના રોજ તેઓ ઘરે હતા. તેવામાં નાના ભાઇ હિરેનનો ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારા ડ્રાઇવરનો ફોન આવ્યો હતો. અજય અને તમારો સાળો કિશન બાઇક પર જેસીબીનો સામાન લઇને વાઘોડિયા ચોકડીથી સુંદરપુરા જતા હતા. તેવામાં સુંદરનવથી સુંદરપુરા ગામ વચ્ચે વળાંક પર કુતરું આડું આવી જતા બાઇક સ્લીપ થઇ હતી. અને બંને પડી ગયા હતા. આ ઘટનામાં કિશનને નાક પર ફ્રેક્ચર થયું હતું. અને હોઠ ફાટી ગયો હતો. તેમજ મોઢાની અંદરનું જડબું ફાટી ગયું હતું.

સીટી સ્કેન રિપોર્ટ કઢાવ્યો

જેથી 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન રિપોર્ટ કઢાવતા નાકના ભાગે ફ્રેક્ચર અને ગરદનના મણકામાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. આખરે ઉપરોક્ત મામલે ચાલક અજયભાઇ રમણભાઇ વસાવા (રહે. અવાખલ, શિનોર, વડોદરા ગ્રામ્ય) સામે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

તંત્ર પાસે કોઇ ઉપાય જણાતો નથી

અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા કુતરા કે પછી અન્ય પશુઓ રસ્તા પર આવી જતા અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે હાલ તંત્ર પાસે કોઇ ઉપાય જણાતો નથી. જેથી સમયે સમયે આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે.

આ પણ વાંચો -- VADODARA : નકલી કચેરીના કૌભાંડના આરોપીના મૃત્યુની તપાસ કરવા માંગ

Advertisement

Tags :
Advertisement

.