VADODARA : MSU માં વોશરૂમની દિવાલો પર ચિતરામણ
VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં આવેલી લો ફેકલ્ટી (LAW FACULTY) માં વોશરૂમની દિવાલોને વિદ્યાર્થીઓ દ્વારા જાત જાતનું લખાણ કરીને બગાડવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. તાજેતરમાં જ આ દિવાલો પર વ્હાઇટ વોશ કરવામાં આવ્યો હતો. જે બાદ આજે દિવાલો પર લખાણ લખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી ફેકલ્ટીમાંથી વધુ એક વખત વ્હાઇટ વોશ કરવા માટેની માંગ રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા વોશરૂમની દિવાલો પર કિ પોઇન્ટ્સ લખવામાં આવ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
દિવાલો પર ભારે ચિતરામણ
વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે. આ યુનિવર્સિટી આવાર નવાર અનેક કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં યુનિવર્સિટીની લો ફેકલ્ટીનું વોશરૂમ ચર્ચામાં આવ્યું છે. અગાઉ ફેકલ્ટીના વોશરૂમમાં વ્હાઇટ વોશ કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં પરીક્ષા યોજાયેલી હોવાથી, આ વોશરૂમની દિવાલો પર ભારે ચિતરામણ જોવા મળી રહી છે. આ વાત ફેકલ્ટી સત્તાધીશોના ધ્યાને આવતા તેમણે સ્થળ મુલાકાત લીધી હતી. અને વાતની ખરાઇ કરી હતી.
હેડ ઓફિસમાં જાણ કરવામાં આવી
ફેકલ્ટી સુત્રો જણાવી રહ્યા છે કે, વિદ્યાર્થીઓની પરીક્ષા ટાણે મેલ અને ફીમેલ સર્વન્ટને રાખવામાં આવે છે. વોશરૂમમાં કોઇ પણ પ્રકારનું કોમ્યુનિકેશન ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. સાથે જ વારાફરથી વિદ્યાર્થીઓને બહાર નિકળવા દેવામાં આવે છે. છતાં વોશરૂમમાં વિદ્યાર્થીઓ દ્વારા લખાણ લખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા હેડ ઓફિસમાં જાણ કરવામાં આવી છે. અને ચિતરામણ વાળી જગ્યાએ વ્હાઇટ વોશ મારવાની માંગ કરવામાં આવી છે.
કી પોઇન્ટ્સ હોવાની શક્યતાઓ
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી વોશરૂમની દિવાલો પર તે સંબંધિત કી પોઇન્ટ્સ લખવામાં આવ્યા હોવાની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી. તંત્ર દ્વારા આ લખાણ દુર કરીને કેટલા સમયમાં વ્હાઇટ વોશ કરવામાં આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ફેરણીમાં ભાજપના લોકસભા ઉમેદવારને લોકોએ હસતા મોઢે કહી આપ્યું