Vadodara : 'હરણી હત્યાકાંડ' માં ન્યાય માટે પીડિત પરિવારોનો કલ્પાંત, 4 આરોપી હાલ પણ ફરાર!
વડોદરાની (Vadodara) ગોઝારી ઘટના 'હરણી હત્યાકાંડ' ના ઘા હાલ પણ રૂઝાયા નથી. સમગ્ર રાજ્યને હચમચાવનારી આ દુર્ઘટનામાં 12 માસૂમ ભૂલકાઓ સહિત 2 શિક્ષિકાના મોત નીપજ્યાં હતાં. જો કે, આ ઘટનાના જવાબદારો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સતત ઊઠી છે. પરંતુ, હજી સુધી મૃતકના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. મૃતકના પરિવારજનો ન્યાય માટે હજૂ પણ કલ્પાંત કરી રહ્યા છે.
પરિવારજનો જોઈ રહ્યા છે ન્યાયની વાટ
હરણીકાંડમાં પોતાના હૃદયનો ટુકડો ગુમાવનારા પરિવારજનો હજુ પણ ન્યાયની વાટ જોઈને બેઠા છે. આ ગોઝારી દુર્ઘટનાના સમયે સરકાર દ્વારા ઝડપી અને નિષ્પક્ષ તપાસની બાંહેધરી પીડિતો સહિત સમગ્ર રાજ્યને આપવામાં આવી હતી. જો કે, હજુ સુધી આ કેસમાં એક પણ આરોપીને સજા ફટકારવામાં આવી નથી. હરણી લેક ઝોન દુર્ઘટનામાં (Harni Lake Zone Tragedy) 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા, જેમાં 11 વર્ષની રોશની પણ સામે હતી. રોશનીને ગુમાવનાર પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યો છે. માતાના આંખોમાંથી 'રોશની' હજુ પણ ઓજલ નથી થઈ. પુત્રીનો ફોટો નિહાળી માતા હજુ પણ તેની વાટ જુએ છે. માતાનો વિલાપ જોઈ સૌ કોઈની આંખો છલકાઈ ગઈ હતી. પુત્રીનો ફોટો નિહાળી માતાની આંખમાંથી આંસુ સુકાતા નથી. ન્યાયની માગ સાથે માતાએ અન્ન-જળનો ત્યાગ કર્યો છે.
ચાર આરોપી હાલ પણ ફરાર
જો કે, આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી છે. હરણી બોટકાંડમાં (Harani Boat Incident) 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર ચાર આરોપી હાલ પણ ફરાર છે. આ ચારેય આરોપીઓ બેન્ક એકાઉન્ટ સીઝ કરાશે એવી માહિતી મળી છે. પોલીસના (Vadodara) જણાવ્યા મુજબ, અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. બીજી તરફ આરોપી દીપેન અને ધર્મિલની ઓફિસમાં સર્ચ કરાઈ રહ્યું છે. આ બંને આરોપી હાલ રિમાન્ડ પર છે અને તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આ બંને આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થવાના છે ત્યારે કોર્ટમાં રજૂ કરી વધુના રિમાન્ડની માગ થાય એવી માહિતી છે.
આ પણ વાંચો - Nita Ambani : જામનગરના લાલપુરમાં પહોંચ્યાં નીતા અંબાણી, બાંધણી કેન્દ્રની મહિલાઓને પૂછ્યું ‘કેમ છો બધા?’