Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જાંબાઝ સાયબર ક્રાઇમે વિતેલા વર્ષમાં 123 આરોપીઓ દબોચ્યા

VADODARA : વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ (VADODARA CYBER CRIME POLICE) દ્વારા ઓનલાઇન છેતરપીડિં (ONLINE FRAUD) સહિતના મામલે સઘન કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને પોલીસ તે સારી રીતે કરી રહી છે. આ વાતની પ્રતિતી કરાવતી માહિતી હાલ સામે આવવા પામી...
vadodara   જાંબાઝ સાયબર ક્રાઇમે વિતેલા વર્ષમાં 123 આરોપીઓ દબોચ્યા

VADODARA : વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ (VADODARA CYBER CRIME POLICE) દ્વારા ઓનલાઇન છેતરપીડિં (ONLINE FRAUD) સહિતના મામલે સઘન કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને પોલીસ તે સારી રીતે કરી રહી છે. આ વાતની પ્રતિતી કરાવતી માહિતી હાલ સામે આવવા પામી છે. જેમાં જાણવા મળ્યું કે, વર્ષ - 2023 દરમિયાન 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી 45 આરોપીઓ રાજ્ય બહારના છે.

Advertisement

45 આરોપીઓ રાજ્ય બહારના

આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છે. મોટાભાગની સુવિધાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે ત્યારે બીજી બાજુ લોકોને ઠગવું પણ આસન બન્યું છે. દિવસે ને દિવસે સાયબર સંબંધિત ગુનાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વિતેલા વર્ષમાં 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી 45 આરોપીઓ રાજ્ય બહારના છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓના મનસુબા તોડી પાડવામાં સતત પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યની બહાર પણ જો આરોપી હોય તો તેને દબોચી લેવામાં આવ્યા હોવાનું હાલ મળતી માહિતી પ્રમાણે સામે આવ્યું છે.

રૂ. 36 કરોડનો ફ્રોડ આંક

સાયબર ક્રાઇમ ACP જણાવે છે કે, વર્તમાન પરિસ્થિતીમાં સાયબક ક્રાઇમમાં વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગે સોશિયલ મીડિયા રીલેટેડ ફ્રોડ, ફેક આઇડેન્ડીટી, ફાઇનાન્શિયલ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ - 2023 દરમિયાન 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી 45 આરોપીઓ રાજ્ય બહારના છે. વર્ષ - 2023 દરમિયાન અંદાજીત રૂ. 36 કરોડનો ફ્રોડ આંક વડોદરા શહેરનો નોંધાયેલો છે.

Advertisement

માહિતી શેર કરવી ન જોઇએ

વધુમાં તેમણે ઉમેર્યું કે, મુખ્યત્વે લોકોએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ સેફ રાખવી જોઇએ. તેને લોક રાખવી જોઇએ. ફાયનાન્શિયલ રીલેટેડ ફ્રોડમાં બેંક ડિટેલ, તથા અન્ય સંવેદનશીલ માહિતી શેર કરવી ન જોઇએ. સાથો સાથ અજાણી એપ્લીકેશન ડાઉનલોડ ન કરવી જોઇએ. જો કોઇ પણ સમયે તમે સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બનો તો નજીકના પોલીસ મથકમાં જઇને ફરિયાદ નોંધાવવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ ભવન પહોંચેલા યુવકે કહ્યું, “મમ્મી હેરાન કરે છે, હવે હદ….”

Advertisement

Tags :
Advertisement

.