Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણની અરજી પર 3, જુલાઇને વધુ સુનવણી

VADODARA : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર, હાલ તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને વડોદરા (VADODARA) ના રહેવાસી યુસુફ પઠાણ (CRICKETER AND TMC MP YUSUF PATHAN) દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવતા નોટીસ ફટકારવામાં આવી હતી. જે બાદ તેમણે વકીલ મારફતે ગુજરાત...
vadodara   પૂર્વ ક્રિકેટર અને mp યુસુફ પઠાણની અરજી પર 3  જુલાઇને વધુ સુનવણી

VADODARA : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર, હાલ તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને વડોદરા (VADODARA) ના રહેવાસી યુસુફ પઠાણ (CRICKETER AND TMC MP YUSUF PATHAN) દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવતા નોટીસ ફટકારવામાં આવી હતી. જે બાદ તેમણે વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનવણી દરમિયાન યુસુફ પઠાણ દ્વારા પાલિકા કહે તે કિંમત ચુકવવાની તૈયારી દર્શાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી 3, જુલાઇના રોજ હાથ ધરવામાં આવનાર છે.

Advertisement

પાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી

વડોદરા તાંદલજા વિસ્તામાં યુસુફ પઠાણનું ઘર આવેલું છે. અગાઉ તેમના દ્વારા પાલિકાનો પ્લોટ માંગવામાં આવ્યો હતો. જેને ખાસ કિસ્સામાં પાલિકા દ્વારા મંજુર કરીને દરખાસ્ત રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે દરખાસ્ત નામંજુર કરી હતી. બાદમાં તાજેતરમાં ધ્યાને આવ્યું કે, યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટમાં દિવાલ બનાવી દેવામાં આવી છે. જેને લઇને પાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. જે બાદ યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં આજે મામલે સુનવણી હાથ ધરવામાં આવી છે.

જાણ પત્ર મારફતે કરવામાં આવી

આજે ગુજરાત હાઇકોર્ટમાં યુસુફ પઠાણ અને વડોદરા પાલિકાના વકીલે રાજ્ય સરકારના અધિકારો અને લેન્ડ ડિસ્પોઝલ પોલોસી પર દલીલો કરી છે. જેમાં યુસુફ પઠાણે પાલિકા કહે તે કિંમત ચુકવવાની તૈયારી દર્શાવી છે. પાલિકાના વકીલ દ્વારા દલી કરવામાં આવી કે, પાલિકા માત્ર હરાજી કરીને પ્લોટ વેચી શકે છે. ખાસ કિસ્સામાં જમીન આપવા માટે સરકારની મંજૂરી જરૂરી છે. વર્ષ 2013 માં અમારા પત્રના જવાબમાં યુસુફ પઠાણે નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. અને પ્લોટ ખરીદવા અને આગળની સરકાર પાસે મંજુરી મેળવવા માટે કાર્યવાહી કરવા સંમતિ દર્શઆવી હતી. વર્ષ 2014 માં રાજ્ય સરકારે દરખાસ્ત નામંજુર કરી હતી. જેની જાણ પત્ર મારફતે કરવામાં આવી હતી.

Advertisement

વધુ સુનવણી 3, જુલાઇના રોજ નિર્ધારિત

સુત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટે તમામ દલીલોને એફિડેવીટ સ્વરૂપે રજુ કરવા પાલિકાને આદેશ કર્યો છે. સાથે જ યુસુફ પઠાણના વકીલને ટકોર કરતા જણાવ્યું છે કે, તમને પ્લોટ એલોટ થયો જ નથી એવા કિસ્સામાં તમે બાઉન્ટ્રી વોલ પણ ન બનાવી શકો. હાલ આ મામલે વધુ સુનવણી 3, જુલાઇના રોજ નિર્ધારિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Vadodara : હરણી લેકઝોન દુર્ઘટનામાં મળ્યા મહત્વના સમાચાર….

Advertisement

Tags :
Advertisement

.