Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદરના સુદામાપુરીમાં તોફાની બન્યો દરિયો, ૮ થી ૧૦ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં

અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર  પોરબંદર પર ફરી વાવાઝોડાનું સંકટ ! અરબ સાગરમા સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાઠાના તમામ જિલ્લામા વહીવટીતત્ર એલર્ટ બન્યુ છે. રાજ્યના તમામ બંદરો પર મગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામા આવ્યા છે. જિલ્લા અને...
પોરબંદરના સુદામાપુરીમાં તોફાની બન્યો દરિયો  ૮ થી ૧૦ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં

અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર 

Advertisement

પોરબંદર પર ફરી વાવાઝોડાનું સંકટ !

અરબ સાગરમા સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાઠાના તમામ જિલ્લામા વહીવટીતત્ર એલર્ટ બન્યુ છે. રાજ્યના તમામ બંદરો પર મગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામા આવ્યા છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામા આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટાભાગે જ્યાં વાવાઝોડાનો ખતરો ચોમાસાના આરંભ કે ચોમાસા દરમિયાન સૌથી વધુ રહેતો હોય છે તેવા પોરબંદર શહેર પર આ વખતે ફરી એકવાર વાવાઝોડાનું સૌથી વધુ જોખમ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ સાયક્લોન તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈને ૬ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્ર-ગુજરાતના સાગરકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

Advertisement

સાગરકાંઠે ૧૦૦ થી ૧૨૦ કિ.મી.પવન ફુંકાશે

આજે સવારે ૧૦ વાગ્યે જાહેર થયેલા હવામાન વિભાગના બુલેટીન પ્રમાણે વાવાઝોડું હાલ પોરબંદરથી ૮પ૦ કિ.મી. દૂર સાઉથ-વેસ્ટ તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ આગામી ૧૧ અને ૧ર જુન પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખરા અર્થમાં નિર્ણાયક દિવસો બની રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર, માંગરોળ, ભાવનગર, જામનગર, વલસાડ, નવસારી અને દ્વારકા-ઓખાના સાગરકાંઠે લગભગ ૧૦૦ થી ૧ર૦ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાશે અને આ બન્ને દિવસ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.

Advertisement

પોરબંદર ચોપાટી કાંઠે ૮ થી ૧૦ ફૂટ ઊંચા મોજા,છતાં યુવાનો સેલ્ફી લેવા પહોંચ્યા

હાલ પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પોરબદરના દરિયાએ તોફાનીરૂપ ધારણ કર્યું હોય તેમ જોવા મળી રહ્યુ છે. વાવાઝોડુ જેમ જેમ ગુજરાતના દરિયાકાઠે આગળ વધી રહ્યુ છે તેમ દરિયામા તેની અસર વર્તાઈ રહી છે. પોરબદરના દરિયાકાઠે ૧૦ ફૂટથી ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરુપે પોરબદર બદર પર હાલમા ૨ નબરનુ સિગ્નલ યથાવત રાખવામા આવ્યુ છે અને માછીમારોને દરિયામા ન જવા તત્ર દ્વારા સૂચના આપવામા આવી છે. પરંતુ કેટલાક યુવાનો સમુદ્વની એકદમ નજીક પહોંચી સેલ્ફી લઇને આનંદ માણી રહ્યા છે. આ સેલ્ફી કયાંક મોત સજા ન બની જાઇ તે પહેલા પોલીસ વિભાગ દ્વારા યુવાનો ત્યાં દુર કરવા જરૂર બની ગયું છે.

પોરબંદરમાં ૪ સાયક્લોન શેલ્ટર હોમ ખૂલ્લા મૂકાયા

રાજ્ય સરકારના આદેશને પગલે પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા જિલ્લાના તમામ કર્મચારીઓને આગામી સૂચના ન મળે ત્્યાં સુધી હેડ ક્વાર્ટર ન છોડવાનો હૂકમ કરવામાં આવ્યો છે. બીજી તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી ઘનશ્યામભાઈના જણાવ્યા મુજબ હાલ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ શહેરોમાં શાળાઓ, જ્ઞાતિની વંડીઓ સહિત ર૯૭ આશ્રય સ્થાનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. તો સાથે-સાથે પાલખડા, ઉંટડા, ટુકડા-ગોસા અને ગોરસર-મોચા ખાતે આવેલા ૪ સાયક્લોન શેલ્ટર હોમ પણ ખૂલ્લા મૂકી દેવાયા છે.

Tags :
Advertisement

.