Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar : હચમચાવે એવી ઘટના..! માત્ર 3 માસની બાળકીને ભુવાએ દીધા અગરબત્તીના ડામ, થયું મોત

સુરેન્દ્રનગરના (Surendranagar) જોરાવરનગરમાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. અહીં, માત્ર 3 માસની માસૂમ બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ દીધા હોવાથી બાળકી ગંભીર રીતે દાઝી હતી. બાળકીની તબિયત લથડતાં સારવાર અર્થે રાજકોટ (Rajkot) ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર દરમિયાન...
surendranagar   હચમચાવે એવી ઘટના    માત્ર 3 માસની બાળકીને ભુવાએ દીધા અગરબત્તીના ડામ  થયું મોત

સુરેન્દ્રનગરના (Surendranagar) જોરાવરનગરમાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. અહીં, માત્ર 3 માસની માસૂમ બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ દીધા હોવાથી બાળકી ગંભીર રીતે દાઝી હતી. બાળકીની તબિયત લથડતાં સારવાર અર્થે રાજકોટ (Rajkot) ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર દરમિયાન માસૂમનું મોત નીપજ્યું હતું. આ મામલે જનાના હોસ્પિટલે જોરાવરનગર પોલીસને (Joravarnagar Police) જાણ કરી હતી. પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

ભુવાએ અગરબત્તીના ડામ આપ્યા

સુરેન્દ્રનગરનામાં (Surendranagar) એક 3 માસની માસૂમ બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની હોય તેવી ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરમાં (Joravarnagar) એક શ્રમજીવી પરિવાર રહે છે. મૃતક માસૂમના પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું કે, બાળકીને તાવ અને શરદી થતાં પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હતી પરંતુ કોઈ ફરક ન પડતા અંધશ્રદ્ધામાં ઘેરાયેલ પરિવાર બાળકીને નજીકમાં રહેતા એક ભુવા પાસે લઈ ગયા હતા. બાળકીને સાજી કરી દેવાનું કહીને ભુવાએ માસૂમ બાળકીને પેટના ભાગે અગરબત્તીના ડામ આપ્યા હતા. આથી બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી.

બાળકીની તબિયત લથડતા રાજકોટ લવાઈ

ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં પરિવાર વધુ સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલે (Janana Hospital) લઈ આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ મામલે જનાના હોસ્પિટલે જોરાવરનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી ભુવા વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. શ્રમિક પરિવારની અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા માસૂમ બાળકીને ભોગવવી પડી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બન્યા બેફામ,જુઓ video

Advertisement

આ પણ વાંચો - Kutch : મહિલા ASI અને તેમના પતિનો પાર્થિવ દેહ વતન લવાયો, અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી

આ પણ વાંચો - Ahmedabad માં ઇ-ચલણની 3.14 અબજની વસૂલી બાકી

Tags :
Advertisement

.