Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURENDRA NAGAR : ધ્રાંગધ્રામાં એક સાથે 10 થી વધુ દુકાનોમાં આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં વિવિધ દુકાનોમાં આગ શોપિંગ સેન્ટરમાં 10થી વધુ દુકાનોમાં આગ આગને કારણે દુકાનોમાં માલસામાન બળીને ખાખ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ સવારે આગનો બનાવ બનતા મોટી જાનહાનિ ટળી   સુરેન્દ્રનગર જિલ્લાના...
surendra nagar   ધ્રાંગધ્રામાં એક સાથે 10 થી વધુ દુકાનોમાં આગ  ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં વિવિધ દુકાનોમાં આગ
શોપિંગ સેન્ટરમાં 10થી વધુ દુકાનોમાં આગ
આગને કારણે દુકાનોમાં માલસામાન બળીને ખાખ
શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ
સવારે આગનો બનાવ બનતા મોટી જાનહાનિ ટળી

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગઇ હતી. વ્યાસ સિલેક્શન અને કિંજલ ફેસન સોપમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

Advertisement

Advertisement

ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10 થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે. તેમજ આર્મી દ્વારા સ્પેશિયલ આગ ઓલવવાના ગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે. આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી. પરંતુ દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.

આ પણ  વાંચો -GANDHINAGAR : કામ કેવી રીતે કરવું એ હસમુખ પટેલ પાસેથી શીખવાનું છે : CM ભૂપેન્દ્ર ભાઈ પટેલ

Tags :
Advertisement

.