Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : સાયણ ગામમાં બે આંખલાઓ દુકાનમાં બાખડી પડ્યા

SURAT : સુરત (SURAT) જિલ્લામાં બે આખલાઓ બાખડી પડયા હતા. દુકાનની અંદર બે આખલાઓ બાખડયા હતા. જેને લઇને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. દુકાનની અંદર આખલાઓ બાખડતા દુકાનમાં સમાન પણ વેર વિખેર થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ...
surat   સાયણ ગામમાં બે આંખલાઓ દુકાનમાં બાખડી પડ્યા

SURAT : સુરત (SURAT) જિલ્લામાં બે આખલાઓ બાખડી પડયા હતા. દુકાનની અંદર બે આખલાઓ બાખડયા હતા. જેને લઇને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. દુકાનની અંદર આખલાઓ બાખડતા દુકાનમાં સમાન પણ વેર વિખેર થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

બહાર કાઢવાનો પ્રયાસ

સુરત જિલ્લામાં ઓલપાડ ના સાયણ ગામે બે આખલાઓ બાખડી પડયા હતા. બંને આખલાઓ બાખડતાં- બાખડતાં ત્યાં રહેલી ઘર સંસાર નામની દુકાનમાં પહોંચી ગયા હતા. દુકાનદાર દ્વારા બાખડતા આખલાઓ પર પાણી છાંટી ને તેમજ લાકડી વળે દુકાનની બહાર કાઢવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

આખલાઓ દુકાનની અંદર બાખડી પડતાં ત્યાં દુકાનનો સમાન પણ વેર વિખેર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે રોડની સાઈડ પર દુકાન આવેલી છે. દુકાનની બહાર લોકોની તેમજ વાહન ચાલકોની અવર જવર છે અને ત્યાં રોડની સાઈડ પર આવેલી દુકાનમાં આખલાઓ બાખડી પડયા હતા અને દુકાનદાર આખલાઓ પર પહેલા પાણી ફેંકીને બહાર કાઢવાની કોશિશ કરે છે અને બાદમાં લાકડી વડે તેને બહાર કાઢવાની પણ કોશિશ કરે છે. એક દુકાનદાર ને આંખલાને બહાર કાઢવા જતા તેની લાત પણ વાગી જાય છે. આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

અહેવાલ - ઉદય જાધવ, સુરત

Advertisement

આ પણ વાંચો -- VADODARA : “કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – BJP MLA શૈલેષ સોટ્ટા

Tags :
Advertisement

.