Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Varachha : સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતા નરાધમ યુવકને શિક્ષકોએ પાઠ ભણાવ્યો!

સુરતના (Surat) વરાછા વિસ્તારમાંથી વિદ્યાર્થિનીની છેડતીનો મામલો સામે આવ્યો છે. નરાધમ યુવક રોજ વિદ્યાર્થિનીનો પીછો કરતો અને હેરાન કરતો હતો. આ અંગે વિદ્યાર્થિનીએ શિક્ષકોને જણાવતા સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતા યુવકને ઝડપી લઈ બરાબરોનો પાઠ ભણાવ્યો હતો...
varachha   સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતા નરાધમ યુવકને શિક્ષકોએ પાઠ ભણાવ્યો

સુરતના (Surat) વરાછા વિસ્તારમાંથી વિદ્યાર્થિનીની છેડતીનો મામલો સામે આવ્યો છે. નરાધમ યુવક રોજ વિદ્યાર્થિનીનો પીછો કરતો અને હેરાન કરતો હતો. આ અંગે વિદ્યાર્થિનીએ શિક્ષકોને જણાવતા સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતા યુવકને ઝડપી લઈ બરાબરોનો પાઠ ભણાવ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે વરાછા પોલીસે (Varachha Police) યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરતમાં (Surat) યુવતીની છેડતીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ વરાછા (Varachha) વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સ્કૂલે જતી એક વિદ્યાર્થિનીનો ચિરાગ ખૂંટ નામનો યુવક રોજ પીછો કરતો હતો અને તેણીને હેરાન કરતો હતો. યુવકની હેરાનગતિથી વિદ્યાર્થિની ખૂબ પરેશાન હતી. જો કે, આ અંગે વિદ્યાર્થિનીએ હિમ્મત દાખવી તેના શિક્ષકોને જાણ કરી હતી. આથી શિક્ષકોએ નરાધમ યુવકને ઝડપી લેવા અંગે સ્કૂલના આચાર્યને જાણ કરી હતી.

નરાધમ યુવકને શિક્ષકોએ બરોબરનો પાઠ ભણાવ્યો

દરમિયાન, શનિવારે ચિરાગ ખૂંટ એ રોજની જેમ વિદ્યાર્થિનીનો પીછો કર્યો. સ્કૂલના ગેટ પાસે ચિરાગે વિદ્યાર્થિનીને આંતરી લઈ અશ્લીલ હરકતો કરી શારિરીક અડપલાં કર્યા હતા. જો કે, વિદ્યાર્થિનીએ શિક્ષકોને જાણ કરતા તેમણે ચિરાગને ઝડપી લીધો હતી અને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. શિક્ષકોએ નરાધમ યુવકને વરાછા પોલીસને (Varachha Police) સોંપી કાર્યવાહી કરવા માગ કરી હતી. પોલીસે યુવક વિરુદ્ધ છેડતી અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : હુડ વગરની રિક્ષા લઈને નીકળેલો યુવાન અચાનક પટકાયો, અને પછી…જુઓ Video

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.