Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 વર્ષીય બાળકી ઘરની બહાર નીકળી, બસની અડફેટે આવતા મોત

સુરતથી (Surat) માતા-પિતા માટે લાલબત્તી સમાન એક બનાવ સામે આવ્યો છે. પરિવાજનોની જાણ બહાર 2 વર્ષની માસૂમ બાળકી ઘરની બહાર નીકળી હતી અને તે દરમિયાન રોડ પર આવી રહેલી શાળાની એક બસે બાળકીને અડફેટે લીધી હતી. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત...
surat   માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો  2 વર્ષીય બાળકી ઘરની બહાર નીકળી  બસની અડફેટે આવતા મોત

સુરતથી (Surat) માતા-પિતા માટે લાલબત્તી સમાન એક બનાવ સામે આવ્યો છે. પરિવાજનોની જાણ બહાર 2 વર્ષની માસૂમ બાળકી ઘરની બહાર નીકળી હતી અને તે દરમિયાન રોડ પર આવી રહેલી શાળાની એક બસે બાળકીને અડફેટે લીધી હતી. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ઘરના સીસીટીવીમાં બાળકી બહાર જતા કેદ થઈ હતી.

Advertisement

સુરતના (Surat) પલસાણાના (Palsana) કડોદરા GIDC (Kadodara GIDC) નજીક આવેલા અમૃતનગર વિસ્તારની આ ઘટના છે. પ્રાપ્ત માહિતી મુજબ, પિતા મોબાઈલ પર વાત કરતા કરતા ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે 2 વર્ષની બાળકી ઇકરા અહમદ હુસેન પણ પિતાની પાછળ પાછળ ઘરની બહાર નીકળી હતી. બાળકી ચાલતી રોડ સુધી પહોંચી હતી. જો કે, રોડ પર બેઠેલા શ્વાન ભસતા બાળકી ગભરાઈ ગઈ હતી અને ઘર તરફ દોડી હતી. તે દરમિયાન રોડ પર આવી રહેલી શાળાની એક બસે બાળકીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સારવાર મળે તે પહેલા જ મોત

જો કે, બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. 2 વર્ષની લાડકી દીકરીના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ત્યારે વિસ્તારમાં પણ ગમગીની છવાઈ છે. ઘરના સીસીટીવી ચેક કરતા બાળકી ઘરની બહાર જતા નજરે પડી રહી છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Veraval : ઘરના ફળિયામાં રમતા 4 વર્ષના બાળક પર ખૂંખાર દીપડોનો હુમલો, સારવાર પહેલા જ માસૂમનું મોત

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.