Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat news: સ્લીપર પહેરવા પર વિદ્યાર્થીને બેભાન થવા સુધી શિક્ષકે માર માર્યો

સુરત: શહેરના (Surat news) ડિંડોલી વિસ્તારમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ફરિયાદ (surat news) ઉઠવા પામી છે. જેમાં વિદ્યાર્થીના વાલીઓ દ્વારા ડિંડોલી પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે. Surat news બેભાન થવા સુધી લાટો મારી...
surat news  સ્લીપર પહેરવા પર વિદ્યાર્થીને બેભાન થવા સુધી શિક્ષકે માર માર્યો

સુરત: શહેરના (Surat news) ડિંડોલી વિસ્તારમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ફરિયાદ (surat news) ઉઠવા પામી છે. જેમાં વિદ્યાર્થીના વાલીઓ દ્વારા ડિંડોલી પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે. Surat news

Advertisement

બેભાન થવા સુધી લાટો મારી હોવાની ફરિયાદ

સુરતના ડિંડોલીમાં આવેલી દિવ્યજ્યોટ શાળામાં પરીક્ષા દરમિયાન એક 15 વર્ષીય વિદ્યાર્થી બૂટની જગ્યાએ સ્લીપર પહેરીને ગયો હતો. જેથી વાઇસ પ્રિન્સિપાલ દીપક તિવારીએ તેનું માથું દીવાલ સાથે ભટકાવી બેભાન થવા સુધી લાટો મારી હોવાની ફરિયાદ થવા પામી છે. શિવાલિક સ્કવેરમાં રહેતા પુત્ર અભયસિંહના માતા રંજીતાબેન દ્વારા આ અંગે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓ શાળામાં પહોચ્યા ત્યારે 15 વર્ષીય પુત્ર બેભાન હતો.

બૂટની જગ્યાએ સ્લીપર પહેરતા શિક્ષકને ગુસ્સો આવ્યો

માતા તેના પુત્રને બેભાન અવસ્થામાં એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ લઈ આવી હતી. સારવાર બાદ પુત્ર ભાનમાં આવ્યો ત્યારે તેણે વાઇસ પ્રિન્સિપાલ દીપક તિવારી દ્વારા માર મરાયાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીએ યુનિફોર્મ પહેર્યો હતો પણ બૂટની જગ્યાએ સ્લીપર પહેરતા શિક્ષકને ગુસ્સો આવ્યો હતો.

Advertisement

પોલીસ કમિશનર અને ડિંડોલી પોલીસ મથકે પણ લેખિત ફરિયાદ

ધોરણ 9માં અભ્યાસ કરતો અભયસિંહ સ્કૂલમાં પરીક્ષા આપવા ગયો હતો પણ ક્રૂર શિક્ષકે માસૂમની ભૂલના કારણે માથું પકડી દીવાલમાં ભટકાવી દીધા બાદ નીચે પાડી દઈ તેને લાતો વડે માર મારવામાં આવ્યો હતો. જેથી પરિવાર દ્વારા વાઈસ પ્રિન્સિપાલ વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે પોલીસ કમિશનર અને ડિંડોલી પોલીસ મથકે પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

શિક્ષકને તપાસ માટે બોલાવ્યા

આ અંગે ફરિયાદ મળતા ડિંડોલી પોલીસ ઇન્સ્પેકટર આર જે ચુડાસમાએ જણાવ્યું હતું કે અરજી મળી છે. તપાસ માટે બાળક તેની માતા અને જેના વિરુદ્ધ ફરિયાદ છે તે શિક્ષકને પણ બોલવામાં આવ્યા છે અને કશું અજુગતું જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Surat news ઇતિહાસમાં પહેલીવાર સુરત 73 દિવસ કમિશનર વિનાનું રહ્યું, નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો

આ પણ વાંચો: Surat news: શા માટે ઉધના સ્ટેશન પર ઉમટી મુસાફરોની ભીડ

આ પણ વાંચો: Surat news હોસ્ટેલમાં દારૂની બોટલ મળી આવતા વિદ્યાર્થીનઓને પરીક્ષા બાદ કાઢી મુકાશે

Tags :
Advertisement

.