Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ચડ્ડી બનીયનધારી ગેંગના વધુ બે આરોપીની ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચડ્ડી બનીયનધારી ગેંગના બે ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. આ બંને પાસેથી ચોરીની ઘટના અને અંજામ આપવા માટે ઉપયોગમાં આવતા અલગ અલગ પ્રકારના પાના...
surat news   ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા  ચડ્ડી બનીયનધારી ગેંગના વધુ બે આરોપીની ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચડ્ડી બનીયનધારી ગેંગના બે ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. આ બંને પાસેથી ચોરીની ઘટના અને અંજામ આપવા માટે ઉપયોગમાં આવતા અલગ અલગ પ્રકારના પાના પેચિયા તેમજ એક મોટર સાયકલ અને 1,000 રોકડા સહિત 56,970 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ઘરફોળસ્કોડની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશની ચડ્ડી બન્યાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા દિવસથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ આરોપી સરથાણા કેનાલ નજીક આવનાર છે. ત્યારે બાતમી વાળી જગ્યા પર સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન રાજ પવાર અને અવિના સોલંકી નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી 1,000 રોકડા તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું ગ્રીલ કટર, પેચ્યું, પકડ, લોખંડનું પોપટ પાનું અને લાકડાની ગિલોલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement

આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ સુરત રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડો નજીક આવેલ ફૂટપાથ પર જ રહેતા હતા અને તેમના પર કોઈ શંકા ન કરે એટલે દિવસ દરમિયાન તેઓ ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા અને આસપાસના વિસ્તારમાં રેકી કરી રાત્રિના સમયે ઘરપુર ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આરોપીઓએ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ તેમજ આણંદ વડોદરા ખાતે પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. તેઇ વીઆઈપી બંગલાઓ તેમજ અલગ અલગ મકાનોને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિના સમયે ચોરી કરવા જતા હતા.

આરોપીઓ રાત્રે જ્યારે ચોરી કરવા જાય ત્યારે તેની ઓળખ છુપાવવા માટે પોતાના કપડાં કાઢીને ચડ્ડી બનિયાન પહેરી લેતા હતા અને પોતાના કપડા તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સામાન લુંગીમાં છુપાવી દેતા હતા. અને ચોરી કરતા સમયે જો કોઈ વ્યક્તિ આરોપીઓને જોઈ જાય તો આરોપીઓ તેના પર પથ્થરમારો કરતા હતા. આ ઉપરાંત કુતરા ભસે તો કુતરા ઉપર પણ આરોપી પથ્થર મારી કૂતરાને ભગાડતા હતા. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ચોરી કરેલા મોટરસાયકલ પર જ ભાગી જતા હતા.

Advertisement

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 20 જેટલા ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલો છે. આ ઉપરાંત આરોપી સામે મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં 10, રાજસ્થાનના જયપુરમાં 5, મધ્યપ્રદેશના જાવરા, મનસોરા અને રતલામમાં 10, પંજાબના અમૃતસરમાં 5, કર્ણાટકના કારવારમાં 4, ઉત્તર પ્રદેશના વારાણસીમાં 5, નોઈડામાં 7, ગોવામાં 2, હરિયાણાના જલંધરમાં 5 અને દિલ્હીના બદરપુર ટાઉનમાં 2 ઘરફોડ ર્ચોરીના ગુના નોંધાયા છે.

અહેવાલ : આનંદ પટણી, સુરત

આ પણ વાંચો : Bharuch News : ઝઘડિયા GIDC પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા…, પીડિતની માતાએ મીડિયા સામે કહ્યું…

Tags :
Advertisement

.