Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: નશામાં ધૂત નબીરાએ 10 બાઈક ઉડાડી,પોલીસે કરી ધરપકડ

Surat: સુરતમાં ગત રાત્રે  વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં...
surat  નશામાં ધૂત નબીરાએ 10 બાઈક ઉડાડી પોલીસે કરી ધરપકડ

Surat: સુરતમાં ગત રાત્રે  વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. જો કે, લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો.

Advertisement

લોકોથી બચવા નબીરા બ્રેક મારવાને બદલે કાર ભગાવી

ગત મોડી રાતે  વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઉભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, તે છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો.

Advertisement

150 મીટર આગળ જઈ ઓડી કાર રોકાઈ

અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.

Advertisement

કારચાલક સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી

ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વેન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ  વાંચો  - Surat: લંપટ શિક્ષકએ કર્યો વિદ્યાર્થિનીને આ વિચિત્ર મેસેજ

આ પણ  વાંચો  - Patan : રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

આ પણ  વાંચો - GUJARAT RAIN: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

Tags :
Advertisement

.