Surat Crime Story: પલસાણા પોલીસે ઓનલાઈન સટ્ટા બેટિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપી પાડ્યું
Surat Crime Story: સુરત શહેર દ્વારા વધુ એક સિદ્ધી હાંસલ કરવામાં આવી છે. દેશમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સટ્ટાબાજો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જોવા મળે છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા દરેક વખતે લાખો-કરોડોના મુદ્દામાલ સાથે દરેક વખતે સટ્ટાબાજોને ઝડપી પાડવામાં આવશે.
- સુરત પોલીસ દ્વારા મોટા પાયે ચાલતું સટ્ટા રેકેટ ઝડ્પાયું
- 2 હિસાબના ચોપડા જપ્ત કર્યા હતા
- કુલ 18 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા
ત્યારે સુરત શહેરના પલસાણા વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટા રમતા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરત પોલીસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટા બેટિંગ કરતા સટ્ટાબાજોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં પલસાણા કારેલી ગામે એક સોસાયટીમાં સટ્ટાબાજો Cricket Match પર બેટિંગ સટ્ટો રમતા હતા.
2 હિસાબના ચોપડા જપ્ત કર્યા હતા
સુરત પોલીસે પલસાણાના કારેલી ગામમાંથી કુલ 10 લોકોની ધરપકડ કરી છે. આ તમામ સટ્ટાબાજો ઓનલાઈન પૈસાનું ટ્રાન્ઝેક્શન મેળવીને લોકોને સટ્ટા રમાડતાં હતા. સુરત પોલીસ દ્વારા ધરપકડ દરમિયાન 8 લેપટોપ, 41 મોબાઈલ, 23 એટીએમ તેમજ 2 હિસાબના ચોપડા જપ્ત કર્યા હતા.
કુલ 18 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા
જોકે આ સટ્ટાબાજો કારેલી ગામમાં છેલ્લા 2.5 મહિનાથી રેકેટ ચલાવી રહ્યા હતા. આ તમામ લોકો Women IPL Cricket મેચ પર સટ્ટો રમાડતા હતા. સટ્ટાબાજો દ્વારા ઓનલાઈન બેટિંગ દ્વારા કુલ 18 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ Cricket Match સિવાય અન્ય 16રમતો પર સટ્ટો રમાડતાં હતા.
આ પણ વાંચો: અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે
આ પણ વાંચો: Gujarat Police Recruitment: રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 12 હજાર 472 જગ્યાઓ પર કરાશે ભરતી
આ પણ વાંચો: ગોંડલના વોરા કોટડાગમના યુવા ખેડૂતે કરી ઓર્ગેનિક ઘઉંની ખેતી, ખરીદવા ઉમટે છે લોકોની ભીડ