Surat : કબૂતરની ચરખથી 68 વર્ષના વૃદ્ધનું મોત, જાણો જીવલેણ ઈન્ફેક્શન વિશે
સુરતમાંથી (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનું કબૂતરની ચરખના કારણે મોત નીપજ્યું છે. માહિતી મુજબ, કબૂતરનાં ચરખથી 68 વર્ષના વૃદ્ધને ફેફસામાં ઇન્ફેક્શન થતાં તેમનું મોત થયું છે. આ મામલો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં (Surat) 68 વર્ષીય વૃદ્ધ પંકજ દેસાઈ ઘોડદોડ રોડ (Ghoddod Road) ખાતે રહેતા હતા. 2 વર્ષ પહેલા તેમને હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું (Hypersensitivity Pneumonia) ઇન્ફેક્શન થઈ ગયું હતું. દરરોજ ઘરે પૂજાપાઠ કર્યા બાદ પંકજભાઈ ધાબા પર કબૂતરને ચણ નાખવા જતા હતા. દરમિયાન, કબૂતરના ચરખના કારણે પંકજભાઈના ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું. આ ઇન્ફેક્શન વધી જતા ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. આથી તેમનું મોત નીપજ્યું છે. માહિતી મુજબ, પંકજભાઈ સુરતના (Surat) ઘોડદોડ રોડ ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા હતા. તેઓ એક ટોરેન્ટ કંપનીના નિવૃત કર્મચારી હતા.
પકંજભાઈના નાના ભાઈએ જણાવ્યું કે, પકંજભાઈ રોજ પૂજા કરીને ધાબા પર કબૂતરને ચણ નાખવા જતા હતા. દરમિયાન તેમને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું. ડોક્ટરે કહ્યું કે, કબૂતરની ચરખથી આ ઈન્ફેક્શન થયું છે. ત્યાર પછી તેમની દવા કરવામાં આવી. બે-ત્રણ વર્ષ પછી તેમને ઇન્ફેક્શન વધવા લાગ્યું અને એલર્જી થવા લાગી. ઇન્ફેક્શન ફેલાઈ જતા તેમનું મોત નીપજ્યું.
ફેફસામાં ઇન્ફેક્શન થતાં ઓક્સિજન લેવલ ઘટે છે
અહેવાલ મુજબ, કબૂતર સાથે વધુ પડતા સંપર્કમાં રહેતા લોકોને સતત ખાંસી જેવી તકલીફ થતી હોય છે. આવા ઈન્ફેક્શનને હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનાઈટિસ કહેવામાં આવે છે. આ ઇન્ફેક્શન કબૂતરની ચરખથી થતું હોય છે. આ બીમારીથી પીડિત લોકોને ફેફસામાં ઇન્ફેક્શન થતાં ઓક્સિજન લેવલ ઘટતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને જો સમય રહેતા નિદાન ન થયા તો દર્દીનું મૃત્યું પણ થઈ શકે છે. જો કે, સમયસર નિદાન કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે.
આ પણ વાંચો - IT Raid : ખેડા, નડિયાદ અને આણંદમાં IT વિભાગનો સપાટો, બે ગ્રૂપના 25 સ્થળો પર દરોડા