Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SindhuBhawan Road Accident : બેફામ આવતા કારચાલકે 18 વર્ષીય બાઈકચાલકને અડફેટે લેતા મોત

અમદાવાદમાં (Ahmedabad) ફરી હિટ એન્ડ રનની (hit and run) ઘટના બની છે. શહેરના સૌથી વ્યસ્ત એવા સિંધુભવન રોડ પર રાતના સમયે એક કારચાલકે બાઇકચાલકને અડફેટે લેતા બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું (SindhuBhawan Road Accident) હતું. માહિતી મુજબ, 18 વર્ષના યુવકનું...
sindhubhawan road accident   બેફામ આવતા કારચાલકે 18 વર્ષીય બાઈકચાલકને અડફેટે લેતા મોત

અમદાવાદમાં (Ahmedabad) ફરી હિટ એન્ડ રનની (hit and run) ઘટના બની છે. શહેરના સૌથી વ્યસ્ત એવા સિંધુભવન રોડ પર રાતના સમયે એક કારચાલકે બાઇકચાલકને અડફેટે લેતા બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું (SindhuBhawan Road Accident) હતું. માહિતી મુજબ, 18 વર્ષના યુવકનું આ ગોઝારા અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ અકસ્માતની જાણ થતા M division ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

અકસ્માત સર્જીને થાર કારચાલક ફરાર

અમદાવાદનો સિંધુભવન રોડ વાહનો પર સ્ટંટ કરનારાઓ માટે હોટ ફેવરેટ છે, જેના કારણે આ રોડ પર અવારનવાર અકસ્માતની (SindhuBhawan Road Accident) ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હવે વધુ એક હિટ એન્ડ રનની (hit and run) ઘટના સામે આવી છે. સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે બેફામ આવતા એક થાર (Thar) કારચાલક દ્વારા બાઇકસવાર 18 વર્ષીય યુવક અને તેના મિત્રને જોરદાર ટક્કર મારવમાં આવી હતી, જેના કારણે બાઇકચાલક 50 ફૂટ ઉપર ઊછળીને નીચે પટકાયો હતો, જ્યારે પાછળ બેઠેલો તેનો મિત્ર પણ પટકાયો હતો. આ અકસ્માતમાં ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને થાર કારચાલક ફરાર થયો હતો.

Advertisement

Advertisement

અજાણ્યા થાર કારચાલક વિરુદ્ધ ગુનો

આ અકસ્માતની જાણ થતા M division ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય જયદીપ સોલંકી (Jaideep Solanki) તરીકે થઈ છે. જયદીપ અને તેનો મિત્ર રાતે નાસ્તો કરવા માટે સિંધુ ભવન રોડ ખાતે આવ્યા હતા. દરમિયાન બંનેને અકસ્માત નળ્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા થાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો - Mansukh Mandaviya in Rajkot : વીરપુરમાં જલારામ બાપાના દર્શન, કાગવડથી ગોંડલ પગપાળા યાત્રા

આ પણ વાંચો - ICAI : CA ના વિદ્યાર્થી માટે મહત્ત્વના સમાચાર, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે થઈ આ જહેરાત!

Tags :
Advertisement

.