Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સો. મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ

સાબરકાંઠાના (Sabarkantha) ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા (Ramanlal Vora) ફરી વિવાદમાં આવ્યા છે. અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુભાઈ પરમારને (Natubhai Parmar) રમણલાલ વોરા ગાળો બોલતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગેનો એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે હવે...
sabarkantha   mla રમણલાલ વોરા ફરી વિવાદમાં  સો  મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ

સાબરકાંઠાના (Sabarkantha) ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા (Ramanlal Vora) ફરી વિવાદમાં આવ્યા છે. અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુભાઈ પરમારને (Natubhai Parmar) રમણલાલ વોરા ગાળો બોલતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગેનો એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે હવે આ મામલો સમગ્ર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

Advertisement

સો. મીડિયા પર મેસેજ વાઇરલ થતા વિવાદ

સાબરકાંઠના (Sabarkantha) ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા પર ફરી એકવાર ગંભીર આક્ષેપ થયા છે. માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થયો છે જેમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાબરકાંઠાના ઈડરના (Eder) ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રા દર્શનાર્થે (Rath Yatra) જઈ રહેલા પ્રદેશનાં અનિસુચિત જાતીનાં ઉપાધ્યક્ષ નટુભાઈ પરમારને (Natubhai Parmar) ધમકી આપી ગાળો બોલી છે. જો કે, આ મેસેજની વાસ્તવિકતા અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ આ મેસેજ વાઇરલ થતા સમગ્ર મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા

Advertisement

અગાઉ પણ ધારાસભ્ય વિવાદમાં સપડાયા હતા

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રમણલાલ વોરાએ (Ramanlal Vora) એક મહિલાને ગાળો બોલતા હોવાના આક્ષેપ સાથે મામલો બીચક્યો હતો. જો કે, હવે ફરી એકવાર ઇડરના ધારાસભ્ય વિવાદમાં ફસાતા આ મામલે પાર્ટી (BJP) દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે. પરંતુ હાલ ઇડરમાં રાજકીય માહોલ ગરમાયો છે.

Advertisement

આ પણ વાંચો - Junagadh : સાંસદ રાજેશ ચુડાસમાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા પુંજા વંશ મેદાને, આપ્યો ખુલ્લો પડકાર!

આ પણ વાંચો - ભાજપના ચાણક્ય Amit Shah એ જણાવી પોતાની દાઢીની રસપ્રદ કહાની

આ પણ વાંચો - Rahul Gandhi ના મુખ્ય કાર્યક્રમનો અમદાવાદ પોલીસે ફ્લૉપ શો બનાવ્યો

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.