Rath Yatra : વસ્ત્રાલમાં 'જય રણછોડ માખણ ચોર'ના ગગનભેદી નાદ સાથે મામેરા દર્શન, શોભાયાત્રા નીકળી
Rath Yatra : અમદાવાદનો (Ahmedabad) વસ્ત્રાલ વિસ્તાર 'જય રણછોડ માખણ ચોર' ના નાદથી ગુંજી ઉઠ્યો છે. આજ રોજ ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની (Mamera Darshan) સાથે શોભાયાત્રા વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં નીકાળવામાં આવી છે. શોભાયાત્રામાં ભગવાન જગન્નાથજી (Lord Jagannathji), ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીનું (Subhadraji) બહેનો દ્વારા સમાયું કરવામાં આવું અને ત્યાર બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરી શોભાયાત્રાનો શુભારંભ થયો હતો.
વસ્ત્રાલમાં મામેરાં દર્શન, શોભાયાત્રા યોજાઈ
અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર આજે ભગવાન જગન્નાથની ભક્તિમાં મગ્ન થયો છે. આજે વિસ્તારમાં ભગવાન જગન્નાથનાં મામેરા દર્શન સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં આવેલ પ્રણામી બંગ્લોઝના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતને આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું ભરવાનો ભવ્ય અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે આજે ભગવાન જગન્નાથના મામેરા દર્શન બાદ શોભાયાત્રા યોજાઈ. શોભાયાત્રા પહેલા ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી (Baladevji) અને બહેન સુભદ્રાજીનું બહેનો દ્વારા સમાયું કરાયું હતું. ત્યાર બાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કર્યો હતો.
શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટયું
આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. સૌ કોઈ ભગવાન જગન્નાથની ભક્તિના રંગે રંગાયા હતા અને 'જય રણછોડ માખણ ચોર'ના ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાનું આકર્ષણ વધાર્યું હતું. 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ (Rath Yatra) નીકળશે.
ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આપી માહિતી
અમદવાદ જગન્નાથ મંદિરથી ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ (Mahendra Jha) પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, 147 મી રથયાત્રાની ભવ્ય તૈયારી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજો, 101 સાંસ્કૃતિની ઝાકી સાથે ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી સામેલ થશે. સાથે 1 હજારથી 1200 જેટલા ખલાસી ભાઈઓ ભગવીનનો રથ ખેંચશે. દેશભરમાથી 2 હજાર સાધુ સંતો હાજરી આપશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થકી પહિંદ વિધી કરી રથયાત્રાનો પ્રારંભ કરાશે. રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી દાડમનો પ્રસાદ ભક્તોને અપાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સવારે મંગળા આરતી કરશે.
આ પણ વાંચો - અમદાવાદ પોલીસનું જાહેરનામું, Rath Yatra ના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો
આ પણ વાંચો - Rath Yatra : આજે સરસપુરમાં ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે, જાણો દર્શનનો સમય
આ પણ વાંચો - VADODARA : રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલીંગ