Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : હાર્ટ એટેકથી યુવકના મોત મામલે CCTV ફૂટેજમાં ચોંકાવનારો ખુલાસો!

રાજકોટમાં (Rajkot) અકસ્માતે મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકના માથામાં બોથડ પદાર્થ ઝીંકવાથી તેનું મોત થયા હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જણાવી દઈએ કે, નવાગામનાં (Navagam) ગોડાઉનમાં એક યુવકનું હાર્ટ એટેકથી (Heart...
rajkot   હાર્ટ એટેકથી યુવકના મોત મામલે cctv ફૂટેજમાં ચોંકાવનારો ખુલાસો

રાજકોટમાં (Rajkot) અકસ્માતે મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકના માથામાં બોથડ પદાર્થ ઝીંકવાથી તેનું મોત થયા હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જણાવી દઈએ કે, નવાગામનાં (Navagam) ગોડાઉનમાં એક યુવકનું હાર્ટ એટેકથી (Heart Attack) મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.

Advertisement

પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જણાયું

રાજકોટમાં (Rajkot) 1 મે ના રોજ નવાગામના (Navagam) એક ગોડાઉનમાંથી 17 વર્ષીય યુવક હર્ષિલ ગોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, યુવકનું મોત હાર્ટ એટેકથી (Heart Attack) નહિ પરંતુ માથામાં બોથડ પદાર્થ ઝીંકવાથી થયું હતું. ગોડાઉનમાં રહેલા એક શખ્સે માથામાં ઇજા પહોંચાડી હતી જે બાદ તુરંત જ યુવક ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી.

યુવકના માથા પર બોથડ પદાર્થથી હુમલો, પોલીસની કામગીરી સામે સવાલ

આ મામલે પોલીસની ભૂમિકા સામે પણ સવાલ ઊભા થયા છે. કુવાડવા રોડ પોલીસે (Kuwadwa Road Police) હત્યા અંગે તપાસ કરી હતી કે કેમ તેને લઈને સવાલ થઈ રહ્યા છે. માહિતી મુજબ, મૃતક યુવકનાં પરિવારજનોએ ગત 3 જુલાઇના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં પોલીસ કમિશનર સુધી રજૂઆત કરાઈ હતી. જો કે, ત્યાર બાદ પણ યોગ્ય તપાસ ન થતાં અંતે પરિવારે CCTV ફુટેજ જાહેર કર્યા છે. જો કે, હવે આ કેસમાં પોલીસની કાર્યવાહી પર સૌની નજર છે.

Advertisement

આ પણ વાંચો - Gir Somnath : દબાણ ઝુંબેશ મુદ્દે BJP-Congress આમને-સામને! હીરાભાઈ જોટવાના ગંભીર આરોપ

Advertisement

આ પણ વાંચો - VADODARA : વાહનચોરીની આશંકાએ યુવકને હાથ બાંધી માર મરાયો

આ પણ વાંચો - Rajkot : ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલની પ્રતિક્રિયા

Tags :
Advertisement

.