Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Gamezone fire : આરોપી સાગઠિયાએ આપેલી આડેધડ મંજૂરીઓ રદ થશે! 80 સ્થળનો સરવે થયો

Rajkot Gamezone fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક ભ્રષ્ટાચારનાં ખુલાસા થયા છે. ત્યારે હવે ભ્રષ્ટ અધિકારી સાગઠિયાને (TPO Mansukh Sagathia) લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, પૂર્વ TPO સાગઠિયાએ...
rajkot gamezone fire   આરોપી સાગઠિયાએ આપેલી આડેધડ મંજૂરીઓ રદ થશે  80 સ્થળનો સરવે થયો

Rajkot Gamezone fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક ભ્રષ્ટાચારનાં ખુલાસા થયા છે. ત્યારે હવે ભ્રષ્ટ અધિકારી સાગઠિયાને (TPO Mansukh Sagathia) લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, પૂર્વ TPO સાગઠિયાએ આડેધડ આપેલી મંજૂરીઓને રદ કરવામાં આવશે. અત્યાર સુધી અંદાજિત 80 જેટલા સ્થળો પર સરવે કરવામાં આવ્યો છે અને તે પૈકીના જોખમી બાંદકામની મંજૂરીને રદ કરવામાં આવશે.

Advertisement

જોખમી બાંધકામની મંજૂરીઓ રદ કરાશે!

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની (Rajkot Gamezone fire ) તપાસમાં આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારનાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે. ત્યારે હવે એવી માહિતી છે કે, આરોપી સાગઠિયા દ્વારા આપવામાં આવેલ આડેધડ મંજૂરીઓને રદ કરવામાં આવશે. અત્યાર સુધી 80 જેટલી બિલ્ડિંગનો સરવે કરવામાં આવ્યો છે. તે પૈકી જોખમી બાંધકામને આરોપી સાગઠિયા દ્વારા આપવામાં આવેલ મંજૂરીઓને રદ કરવામાં આવશે. શાળા, કોલેજ, હોસ્પિટલ (Hospital) અને હોટેલમાં થયેલ ગેરકાયદે અને જોખમી બાંધકામને ઇમ્પેક્ટમાં મંજૂરી આપવામાં આવી હોવાથી મંજૂરી રદ કરવામાં આવી શકે છે.

Advertisement

આડેધડ મંજૂરીઓ આપી કરોડો રૂપિયા ખંખેર્યાંનો આરોપ

માહિતી મુજબ, આરોપી મનસુખ સાગઠિયાએ (TPO Sagathia) ભલે મંજૂરી આપી, પણ બિલ્ડિંગનું બાંધકામ જોખમી હશે તો મંજૂરીઓને રદ કરી બાંધકામ દૂર કરવામાં આવશે. અહેવાલ છે કે, અનેક શાળા (Schools), કોલેજ અને હોસ્પિટલ પર જોખમી ડોમ ખડકી દઈ મંજૂરી લેવામાં આવી હતી. જાણે હવે હવામાં બાંધકામને મંજૂરી આપવામાં આવશે એવો નિર્ણય મનસુખ સાગઠિયાએ લીધો હતો. આરોપીએ આડેધડ મંજૂરીઓ આપીને કરોડો રૂપિયા ખંખેર્યાં હોવાનો પણ આરોપ છે. રાજકીય નેતાના ઇશારે આવા બાંધકામને સાગઠિયાએ આડેધડ મંજૂરી આપી નાણાં ખંખેર્યા હોવાનો આક્ષેપ છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot GamZone Fire : આરોપી સાગઠિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ, એજન્સીઓનાં રિપોર્ટને લઈ ચર્ચા!

આ પણ વાંચો - Saputara : લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત, અન્ય એક બાળકીએ Gujarat First ને વર્ણવી આપવીતી!

આ પણ વાંચો - Surat : ભાડું વસૂલનારા શખ્સના રિમાન્ડ મંજૂર, મુખ્ય આરોપી મકાન માલિક-માતા હાલ પણ ફરાર

Tags :
Advertisement

.