Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain Forecast : ભારે પવનના લીધે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી, પાકને નુકસાનથી જગતનો તાત ચિંતામાં

Rain Forecast : અમદાવાદમાં અસહ્ય ઉકળાટ બાદ સોમવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે શરુ થયેલા વંટોળ તેમજ વરસાદ (Rain Forecast)ના કારણે વિવિધ વિસ્તારમાં એક ડઝન જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. પરીમલ ગાર્ડનથી સી.જી.રોડ તરફના રસ્તા...
rain forecast   ભારે પવનના લીધે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી  પાકને નુકસાનથી જગતનો તાત ચિંતામાં

Rain Forecast : અમદાવાદમાં અસહ્ય ઉકળાટ બાદ સોમવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે શરુ થયેલા વંટોળ તેમજ વરસાદ (Rain Forecast)ના કારણે વિવિધ વિસ્તારમાં એક ડઝન જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. પરીમલ ગાર્ડનથી સી.જી.રોડ તરફના રસ્તા ઉપર આવેલી ગટર પાસે ભુવો પડતા તંત્રને આડાશ મુકવાની ફરજ પડી હતી. મહત્ત્વનું છે કે, શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઝાડ ધરાશાયી થતાં અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનોએ તરત જ રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

ગઈકાલે શહેરમાં ભારે પવન સાથે આવેલા વરસાદને લીધે રસ્તા પર ઝાડ પડી જતા ટ્રાફિકના જવાને અને સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ પર પહોંચી પડેલા ઝાડને હટાવી રસ્તો ચાલું કરાવ્યો હતો.ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે.

Advertisement

આ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા

  • નરોડા-દહેગામ રોડ પર ઝાડ ધરાશાયી થયું
  • અમી એપાર્ટમેન્ટ રોડ, જોધપુર પર ઝાડ ધરાશાયી થયું
  • વંદેમાતરમ રોડ,ડી-માર્ટ પાસે પર ઝાડ ધરાશાયી થયું
  • મણિચંદ્ર સોસાયટી,થલતેજ પર ઝાડ ધરાશાયી થયું
  • નહેરુપાર્ક પાસે,વસ્ત્રાપુર પર ઝાડ ધરાશાયી થયું
  • વી.વી.તોમર સ્કૂલ પાસે, કુબેરનગર પર ઝાડ ધરાશાયી થયું
  • ઉષા સિનેમા રોડ, ગોમતીપુર પર ઝાડ ધરાશાયી થયું
  • ફોર-ડી મોલ પાસે, સાબરમતી પર ઝાડ ધરાશાયી થયું
  • મેનેજમેન્ટ એન્કલેવ પાસે, વસ્ત્રાપુર પર ઝાડ ધરાશાયી થયું
  • એરોમા સ્કૂલની બાજુમાં, ઉસ્માનપુરા પર ઝાડ ધરાશાયી થયું
  • કાબુની ચાલી, શાહપુર પર ઝાડ ધરાશાયી થયું

ડાંગરએ દેશમાં ખરીફ સિઝનના મુખ્ય પાકોમાંનો એક છે. આવી સ્થિતિમાં ખરીફ પાકનો સમય શરૂ થઈ ગયો છે. ખેડૂતોએ ડાંગરની નર્સરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડાંગરના પાકની સારી ઉપજ સુનિશ્ચિત કરવા માટે ખેડૂતો વિવિધ પગલાં લે છે. જેથી ડાંગરની નર્સરીની ઉપજ સારી મળે. જો નર્સરીની ઉપજ સારી હોય તો, વાવેતર સમયે ડાંગર ખેતરમાં સારી રીતે પકડી રાખે છે.

Advertisement

આ પણ  વાંચો - Unseasonal rain : સાવચેત રહેજો! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં કહેર વર્તાવશે માવઠું! વીજળી પડતાં 2 ના મોત

આ પણ  વાંચો - Rain forecast: આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

આ પણ  વાંચો - Gondal: ગોંડલ પંથકના વાતાવરણમાં જોવા મળ્યો પલટો, દેરડી ગામે ભારે પવન સાથે વરસાદ

Tags :
Advertisement

.