HELP LINE : PSI અને લોકરક્ષક ભરતીને લઇ ટુંક સમયમાં શરૂ કરાશે હેલ્પ લાઇન
GANDHINAGAR : ગુજરાતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LR) ની ભરતીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા ઇચ્છુક ઉમેદવારોની સહાયતા માટે ટુંક સમયમાં ખાસ હેલ્પ લાઇન (HELP LINE) શરૂ કરવામાં આવનાર છે. ઉમેદવાર હેલ્પ લાઇન પર ફોન કરીને ભરતી સંબંધિત મુંઝવણોનો ઉકેલ મેળવી શકશે. આ હેલ્પ લાઇન શરૂ થવાના કારણે ઉમેદવારોને માહિતી મેળવવામાં સરળતા રહેશે, સાથે જ તેમના સમયનો બચાવ પણ થશે.
80 હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી
પોલીસ ભરતી બોર્ડનું નેતૃત્વ હાલ હસમુખ પટેલ IPS કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં પોલીસમાં ભરતી થઇને લોકસેવા કરવા ઇચ્છતા અનેક ઉમેદવારો માટે પારદર્શિતા અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમના આવ્યા બાદ ઉમેદવારોનો ભરતી પ્રક્રિયા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. તાજેતરમાં ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષકની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી આ અંગેની 1.08 લાખ અરજીઓ આવી ચુકી છે. જે પૈકી 80 હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે.
પ્રશ્નો-મુંઝવણોને ઉકેલ મેળવી શકાશે
હસમુખ પટેલ IPS માઇક્રો બ્લેગીંગ પ્લેટફોર્મ ટ્વીટર પર ખુબ જ સક્રિય છે. તેઓ ભરતી અંગેની મહત્વની માહિતી ટ્વીટર પર મુકતા હોય છે. અને ટ્વીટરના માધ્યમથી તેમના સુધી પહોંચેલા પ્રશ્નો-મુંજવણોના જવાબ પણ આપે છે. હવે તંત્ર દ્વારા ઉમેદવારોને વધુ મદદ મળી રહે તે માટે ટુંક જ સમયમાં હેલ્પ લાઇન શરૂ શરૂ કરવાનું આયોજન છે. હેલ્પ લાઇનમાં સંપર્ક કરીને ઉમેદવારો ભરતીને લઇને તેમના પ્રશ્નો-મુંઝવણોને ઉકેલ મેળવી શકશે.
ઉમેદવોરોનો સમય બચશે
સુત્રોના જણાવ્યા અનુસાર, આ હેલ્પ લાઇન સોમવારથી શરૂ થશે. રજાના દિવસો સિવાય હેલ્પ લાઇન પર સંપર્ક કરીને માહિતી મેળવી શકાશે. હેલ્પ લાઇન શરૂ કરવાથી ઉમેદવોરોનો સમય બચશે, અને તેમની મુંઝવણનો ઉકેલ ગણતરીના સમયમાં મેળવી શકાશે.
આ પણ વાંચો -- VADODARA : ડમ્પર ચાલકની ગફલતનો ભોગ મુંગા પશુ બન્યા