Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala News Update: ભાજપના લોકસભા ઉમેદવારને દિલ્હીમાં દરબારમાં હાજર થવાનું ફરમાન

Parshottam Rupala News Update: હાલમાં, ગુજરાત રાજ્યમાં સામાજિક સ્તરે સ્થિતિ ડામાડોળ છે. તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. તેનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ રાજકોટ લોકસભા બેઠક પર પંસદ કરવામાં આવેલા પરષોત્તમ રૂપાલા. આપણે સૌ જાણીયે...
parshottam rupala news update  ભાજપના લોકસભા ઉમેદવારને દિલ્હીમાં દરબારમાં હાજર થવાનું ફરમાન

Parshottam Rupala News Update: હાલમાં, ગુજરાત રાજ્યમાં સામાજિક સ્તરે સ્થિતિ ડામાડોળ છે. તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. તેનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ રાજકોટ લોકસભા બેઠક પર પંસદ કરવામાં આવેલા પરષોત્તમ રૂપાલા. આપણે સૌ જાણીયે છીઅ કે, તાજેતરમાં તેમણે દલિત કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન જાહેર કર્યું હતું.

Advertisement

  • ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત
  • પરશોત્તમ રૂપાલી ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માગ
  • દિલ્હી દરબારનું પરષોત્તમ રૂપાલાને આવ્યું તેડું 

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

ત્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના વાણીવિલાસને લઈ ગુજરતા રાજ્યમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત તેમની લોકસભા ટિકિટ રદ કરવાની પણ માગ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતમાં વિવિધ સ્થળો પર ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરી ભાજપ સરકારને અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યું છે.

Advertisement

દિલ્હી દરબાદરમાં પરષોત્તમ રૂપાલાને હાજર થવાનું તેડું આવ્યું

ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ભાજપના દિલ્હી કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા છે. તેમને ભાજપના દિલ્હી દરવારમાં 3 એપ્રિલે હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું છે. જોકે ગુજરાતમાં રાજ્યમાં ક્ષત્રિય સમાજના નાગરિકો અને આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવાની માગ અડગ છે.

Advertisement

આ પણ વાંચો: Protest For Parshottam Rupala Update: ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અલ્ટીમેટમ

Tags :
Advertisement

.