Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : પરુના ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ

Panchmahal : કાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પરુના ગામમાં ભર ઉનાળે મહિલાઓને પાણી (water)માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલા હેન્ડ પંપમાં પણ ભારે મહેનત બાદ પાણી આવતું હોય છે જે પણ દુષિત હોય છે. જ્યારે ગ્રામ પંચાયત દ્વારા...
panchmahal   પરુના ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ

Panchmahal : કાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પરુના ગામમાં ભર ઉનાળે મહિલાઓને પાણી (water)માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલા હેન્ડ પંપમાં પણ ભારે મહેનત બાદ પાણી આવતું હોય છે જે પણ દુષિત હોય છે. જ્યારે ગ્રામ પંચાયત દ્વારા અહીં મૂકવામાં આવેલા નળ શોભાના ગાંઠીયા બન્યા છે. અહીંની મહિલાઓ(Women)ને કપડાં ધોવા અને પશુઓને પીવાના પાણી માટે ફરજિયાત એક કિમિ સુધી લાંબા થવું પડી રહ્યું છે. આમ પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મહિલાઓને આખો દિવસ પૂર્ણ થઈ જાય છે અને જેની અસર પોતાના ઘરકામ ઉપર પડી રહી છે.

Advertisement

પાણી માટે વલખા

Panchmaha કાલોલ તાલુકાના પરુના ગામમાં સંપ બનાવી પાણીની સુવિધા ઘરે ઘરે નળ થકી ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસથી દશ દિવસ કે એક અઠવડીયામાં નહિવત પાણી આવી રહ્યું છે તો કેટલાક વિસ્તારમાં નલ દ્વારા પાણી આવતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે અહીં મૂકવામાં આવેલા હેન્ડ પંપ પણ યોગ્ય રીતે કાર્યરત નહીં હોવાથી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી હાલ અહીં પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થઈ છે.

Advertisement

Image preview

પરુના ગામના સ્થાનિકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યારે હાલ ભર ઉનાળામાં અહીંના કુવાનો પાણી નો સ્તર નીચે જવાના કારણે પશુઓ માટે પણ પાણી મળતું નથી, સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ઘરના કેટલાક લોકો કામ કરવા માટે બહાર જતા હોય છે ત્યારે મહિલાઓ ઘરનું કામ અને પશુપાલન કરતી હોય છે મહિલાઓને ઘરમાં જમવા બનાવવા અને પીવા માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે અહીં ગોમાં નદીમાં આવેલા ખાનગી કુવા સુધી ફરજિયાત લાંબા થવું પડે છે અને કયારેક કતારોમાં પણ ઉભું રહેવું પડે છે, મહિલાઓ જયારે પાણી લેવા માટે કુવા એ જાય ત્યારે બાળકો પણ તેઓ પાછળ જતાં સતત ચિંતા સાથે મહિલાઓ મજબુર બની પાણી લાવી રહી છે. ત્યારે ગામ માં પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગ મહિલાઓ કરી રહી છે.

Advertisement

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ  વાંચો - Amreli : વૃક્ષ કાપનારા કોઈ હત્યારાથી ઓછા નથી! BJP અગ્રણીનો આક્રોશ

આ પણ  વાંચો - Rajkot :10 રૂપિયાનો સિક્કો વેપારીઓ ન સ્વીકારતાં કલેકટરને કરવી પડી પોસ્ટ

આ પણ  વાંચો - Rath Yatra : ભયજનક મકાનોનો સરવે થશે, ચેતવણી બોર્ડ, સિક્યોરિટી ગાર્ડ ઊભા કરાશે

Tags :
Advertisement

.