Panchmahal: રામ રાખે તેને કોણ ચાખે...પત્તાના મહેલની જેમ મકાનની દિવાલ ધરાશાયી
Panchmahal:ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે અજીબ ઘટનાઓ બની હતી.બંને ઘટનાઓ કોઈ ચમત્કારથી ઓછી નથી. પંચમહાલ (Panchmahal) ના વેજલપુરમાં દીવાલ ધરાશયી (wallcollapsed) થતા બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.વેજલપુરના સોની બજાર વિસ્તારમાં જુના મકાનની દીવાલ જોત જોતામાં ધરાશયી થઈ હતી.આ ચમત્કારિક ઘટનાનો વીડિયો (viralvideo) સામે આવ્યો છે. મોતને હાથતાળી આપતી એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો, નહિ તો આખેઆખી દિવાલ મહિલા પર પડી હોત....
વેજલપુરમાં દીવાલ ધરાશાય
કહેવાય છે કે, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે..આ જ વાતની સાબિતી આપતી ઘટના પંચમહાલથી સામે આવી છે. પંચમહાલના વેજલપુરમાં દીવાલ ધરાશાયી થઈ અને આ દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. વેજલપુરના સોની બજારમાં રોજિંદી ચહલ પહલ હતી અને લોકો ત્યાંથી પસાર પણ થઈ રહ્યા હતા.
રામ રાખે તેને કોણ ચાખે...
પત્તાના મહેલની જેમ મકાનની દિવાલ ધરાશાયીગણતરીની સેકન્ડમાં પત્તાના મહેલની જેમ મકાનની દિવાલ ધરાશાયી, બે લોકોનો આબાદ બચાવ#panchmahal #wallcollapsed #Gujarat #greatsave #viralvideo #viral #Gfcard #Gujaratfirst pic.twitter.com/JOeNuDYxzK
— Gujarat First (@GujaratFirst) July 12, 2024
મહિલાનો ચમત્કારી બચાવ
ત્યાં જ અચાનક જૂના મકાનની દીવાલ ધરાશાયી થઈ..આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનામાં જે રીતે પુરુષ અને મહિલાનો બચાવ થયો છે તે કોઈ ચમત્કારથી કમ નથી. કારણ કે જો આ દીવાલનો કાટમાળ તેમના પર પડ્યો હતો તો ગંભીર ઈજા થવાની સંભાવના હતી.
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ
ચોમાસા શરૂઆતથી જ નવસારી જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલ, વાંસદા તાલુકાઓમાં વરસાદ છે. સવારથી જ વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નવસારી જિલ્લામાં ડાંગર વિસ્તાર વધુ હોવાથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. તો બીજી તરપ, મેઘ મહેરને પગલે તંત્ર એલર્ટ પર છે.
આ પણ વાંચો - Surat: વરસાદી પાણીમાં ફસાઈ સ્કૂલ વાન,જુઓ video
આ પણ વાંચો - Kheda : વિદ્યાર્થીઓને આપવાની 543 સાયકલો ભંગાર હાલતમાં…
આ પણ વાંચો - Ahmedabad:શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગ લઈને વાલીઓનો હોબાળો..