Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : પગ લપસી જતાં પુત્રી તળાવમાં પડી, બચાવવા જતા પિતા પણ ડૂબ્યા, બંનેના મોત

પંચમહાલમાં (Panchmahal) પિતા-પુત્રીના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં પૂજા સામગ્રી પધરાવતી વખતે 21 વર્ષીય પુત્રીનો પગ અચાનક લપસી જતાં તે તળાવમાં પડી હતી. પુત્રીને બચવવા જતા પિતાનું પણ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત...
panchmahal   પગ લપસી જતાં પુત્રી તળાવમાં પડી  બચાવવા જતા પિતા પણ ડૂબ્યા  બંનેના મોત

પંચમહાલમાં (Panchmahal) પિતા-પુત્રીના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં પૂજા સામગ્રી પધરાવતી વખતે 21 વર્ષીય પુત્રીનો પગ અચાનક લપસી જતાં તે તળાવમાં પડી હતી. પુત્રીને બચવવા જતા પિતાનું પણ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ મામલે બી ડિવિઝન પોલીસે (B Division Police) અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરાના (Godhra) ભામૈયા પશ્ચિમ ગામમાં બળવંતસિંહ ઠાકોર પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન, બળવંતસિંહ ઠાકોર તેમની 21 વર્ષીય પુત્રી પ્રજ્ઞા ઠાકોર સાથે પૂજાના ફૂલ અને સામગ્રી લઈને તળવામાં પધરાવવા માટે ગયા હતા. દરમિયાન, પ્રજ્ઞા ઠાકોરનો પગ લપસી જતાં તે તળાવમાં પડી ગઈ હતી. પુત્રીને બચાવવા માટે બળવંતસિંહ પણ તળાવમાં કૂદી પડ્યા હતા. જો કે, પ્રજ્ઞાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યારે પુત્રીને બચાવવા જતાં બળવંતસિંહનું પણ મોત થયું હતું.

Advertisement

આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પિતા-પુત્રીના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંને મૃતદેહોને ગોધરા હોસ્પિટલમાં (Godhra Hospital) પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સાથે જ બી ડિવિઝન પોલીસે (B Division Police) આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પિતા અને પુત્રીના આકસ્મિક મોતથી પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Himmatnagar : ‘આ લોકએ મને બઉ જ હેરાન કર્યો છે, એટલે હું…’ પોલીસકર્મીનો આપઘાતનો પ્રયાસ, Video પણ બનાવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.