Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત પોલીસની સરાહનીય કામગીરી, સરકારી અનાજ વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં ફરી સસ્તાદરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ લજામણી ચોક પાસે ઉતરાણ પોલીસ દ્વારા સસ્તા દરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાના કૌભાંડમાં બે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી...
સુરત પોલીસની સરાહનીય કામગીરી  સરકારી અનાજ વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં ફરી સસ્તાદરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ લજામણી ચોક પાસે ઉતરાણ પોલીસ દ્વારા સસ્તા દરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાના કૌભાંડમાં બે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

મહત્વનું છે કે, મોટાવરાછા લજામણી ચોક પાસેથી ઉત્રાણ પોલીસે 20 દિવસ પહેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક ટેમ્પો પકડ્યો હતો. ટેમ્પામાં સરકારી અનાજનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પોલીસે ચાલક પાસે બીલની માંગણી કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આથી પોલીસે ટેમ્પો કબજે કરી જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હતી. જેમાં સસ્તા દરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લજામણી ચોક પાસે જ એક ટેમ્પો જઈ રહ્યો હતો તેના ઉપર શંકા જતા તેને અટકાવવામાં આવી હતી અને તેની અંદર તપાસ પાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન અમને ટેમ્પા માંથી 50 કિલોની ચોખાની 100 ગુણો હતી. જેની કિંમત 1.12 લાખ છે. ટેમ્પો ચાલક મહેશ કાળુ માલાણી પાસેથી ચોખાનો બિલ માંગતા વ્યાજબી જવાબ ન આપતાં અમે જિલ્લા પુરવઠા વિભાગની જાણકારી હતી.

Advertisement

આ પણ વાંચો : જુનાગઢ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તલાટી પરીક્ષા પૂર્ણ, દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પોલીસે કેન્દ્ર સુધી પહોંચાડ્યા

Advertisement
Tags :
Advertisement

.