Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad : નવરાત્રી પર્વને લઈને ગઢડામાં લોકો માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી

અહેવાલ-  ગજેન્દ્ર ખાચર બોટાદ નવરાત્રીને હવે ગણત્રરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જુની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે નવરાત્રી દરમ્યાન અખંડ દિવા અને આદતી માટે ચાલતી...
botad   નવરાત્રી પર્વને લઈને ગઢડામાં લોકો માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી

અહેવાલ-  ગજેન્દ્ર ખાચર બોટાદ

Advertisement

નવરાત્રીને હવે ગણત્રરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જુની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે નવરાત્રી દરમ્યાન અખંડ દિવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુભાર ના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે

Image preview

Advertisement

વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. દરેક ગુજરાતી નવરાત્રીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે.તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રીની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે. નવરાત્રી શક્તિની ઉપાસનાનો તહેવાર છે, સાથે ગુજરાતીઓના લોહીમાં નવરાત્રીનો તહેવાર એવો સમાઇ ગયો છે કે,જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં નવરાત્રીનો તહેવાર તો ઉજવાય જ.આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભની સાથે જ વાતાવરણમાં દિવ્યતાનો અણસાર પથરાઇ જશે.

Image preview

Advertisement

આધુનિક યુગમાં હવે ગરબા પણ અલગ અલગ પ્રકારના બજારમાં જોવા મળી રહ્યા છે અને માટી ના ગરબાની પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ વિસ્તારોમાં માટીના ગરબા ની પરંપરા જોવા મળે છે ત્યારે બોટાદ જિલ્લા ના ગઢડા શહેરમાં કુભાર પરીવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે. હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચિન માટીના ગરબા ની ખરીદી કરી ને જુની પરંપરા ને જીવંત રાખી રહ્યા છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચિન માટીના ગરબાની માંગ થઈ રહી છે.

Image preview
આધુનિક યુગમાં માટીના ગરબા ની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે જેથી માટી કામ કરતા પરીવારો ને રોજીરોટી મળી રહે છે અને હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામા માટીના ગરબા બનાવતા કુભાર પરીવાર મા પણ આનંદ જોવા મળી રહ્યો છે

આ પણ વાંચો-BHARUCH : ભડકોદરા ગામે જાહેર માર્ગ પર રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધો

Tags :
Advertisement

.