Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે બિયારણ પણ નકલી ,સાંસદ રામભાઈ મોકરીયાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર

રાજકોટમાં નકલી બિયારણના વેચાણનો સાંસદનો દાવો ભાજપ સાંસદ રામભાઈ મોકરિયાના પત્રથી રાજકીય ગરમાવો નકલી બિયારણ મુદ્દે સાંસદે કૃષિ મંત્રીને પાઠવ્યો પત્ર નકલી બિયારણનાં ધંધાર્થીઓ ખેડૂતોને લૂંટી રહ્યાની ફરિયાદ નકલી બીજ માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માગણી   ગુજરાતમાં નકલી બિયારણના...
હવે બિયારણ પણ નકલી  સાંસદ રામભાઈ મોકરીયાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર

રાજકોટમાં નકલી બિયારણના વેચાણનો સાંસદનો દાવો
ભાજપ સાંસદ રામભાઈ મોકરિયાના પત્રથી રાજકીય ગરમાવો
નકલી બિયારણ મુદ્દે સાંસદે કૃષિ મંત્રીને પાઠવ્યો પત્ર
નકલી બિયારણનાં ધંધાર્થીઓ ખેડૂતોને લૂંટી રહ્યાની ફરિયાદ
નકલી બીજ માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માગણી

Advertisement

ગુજરાતમાં નકલી બિયારણના વેચાણ મામલે ભાજપના સાંસદે કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો. ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી બેફામ બીજ માફીયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. નકલી બિયારણથી ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની વાત પણ તેમણે કરી હતી.

Advertisement

કેન્દ્ર અને રાજ્યના કૃષિમંત્રીને લખેલા રામભાઈ મોકરિયાના પત્રમાં બીજ માફિયાઓ કેટલા બેફામ થયા છે તેનો પણ ખુલાસો થયો છે. નકલી બિયારણના વેપારના કારણે ખેડૂતોને પારાવાર નુક્સાન થતું હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.નકલી બિયારણ વેચાણ કરનારા વેપારી સામે કડક પગલા લેવાની માંગણીની સાથે ખેડૂતોને નુક્સાનથી બચાવવાની અપીલ પણ કરવામાં આવી છે.  સસ્તું બિયારણ મેળવવાની લાલચમાં ખેડૂતો છેતરાતા હોય છે અને નકલી બિયારણ વાવેતર બાદ પૂરતું ઉત્પાદન ન મળતા ખેડૂતોની સીઝન નિષ્ફળ જાય છે.

Advertisement

નકલી બિયારણ મુદ્દે કૉંગ્રેસના મનહર પટેલે પ્રતિક્રિયા
શિયાળું પાકના વાવેતરને લઈ બિયારણની ખરીદીની સીઝન છે. ત્યારે નકલી બિયારણના ઉત્પાદકો અને વિક્રેતાઓ વિરુદ્ધ નામ પૂરતી જ કાર્યવાહી થતી હોવાની ચર્ચા પણ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. બીટી કપાસ સહિતના નકલી બિયારણ મુદ્દે કૉંગ્રેસના મનહર પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રામભાઈ મોકરિયાના પત્રને આવકાર્યો હતો

રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ ખેડૂતોને પધરાવીને - છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરો હવે ભાજપ સાંસદની નજરમાં પણ આવ્યા તેમની ભાવના વાજબી છે પરંતુ આ કિસ્સો ભાજપ - કોંગ્રેસનો નથી આપણા રાજ્યના અન્નદાતાઓનો છે, તમામ ધારાસભ્ય અને સાંસદ બાહર આવે..

ગુજરાત રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતાં બીજ માફિયા - બીજ બુટલેગરોને નાથવા માટે કોંગ્રેસ પક્ષે ૬ થી વધુ વાર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી પત્રો લખ્યા છે…પરંતુ આ ભાજપા સરકારને ખેડૂતોની પીડા અને પરેશાની કોઇ પરવા નથી.

આ  પણ  વાંચો-SURENDRA NAGAR : ધ્રાંગધ્રામાં એક સાથે 10 થી વધુ દુકાનોમાં આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે

Tags :
Advertisement

.