Navsari : તલવાર, છરી સહિત ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરતા ઇસમો CCTV કેમેરામાં કેદ
નવસારીમાંથી (Navsari) ચોંકાવનારી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કુચેદ, સુંદલપુરા ગામે ઘાતક હથિયારો સાથે ત્રણ ઇસમો CCTV કેમેરામાં કેદ થયા છે. બાઇક પર આવેલા આ ત્રણ ઇસમો ચોરી કરવા આવ્યા હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
જાહેરમાં ઘાતક હથિયારો સાથે ઇસમો CCTV કેમેરામાં કેદ
નવસારી જિલ્લામાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. માથાભારે શખ્સોને જાણે પોલીસનો પણ ડર નથી તેમ ઘાતક હથિયારો સાથે જાહેરમાં નજરે આવ્યા છે. જણાવી દઈએ કે, નવસારી જિલ્લાના (Navsari) કુચેદ અને સંદલપોર (Sandalpore) ગામમાં કેટલાક માથાભારે ઇસમો ખુલ્લી તલવાર, ચપ્પુ સહિત ઘાતક હથિયારો સાથે દેખાયા હતા. ઘાતક હથિયારો સાથે બાઈક પર આવેલા ત્રણ ઈસમો ગામમાં ચોરી કરવાનાં ઇરાદે આવ્યા હોવાનાં પ્રાથમિક અનુમાન છે. જો કે, તલવાર અને ચપ્પા જેવા હથિયાર સાથે આવેલા ઈસમો CCTV કેમેરામાં કેદ થયા છે.
લૂંટ-ચોરીના ઇરાદે ફરતા હોવાનું અનુમાન
માહિતી મુજબ, કૂચેદ ગામમાં ખુલ્લી તલવાર સાથે આવેલા અજાણ્યા ઈસમોને જોઈ ઠાકોરજી મંદિરનાં પૂજારી સહિત લોકો પાછળ પગલાં ભરી ગયા હતા. ખુલ્લી તલવાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ-ચોરીના ઇરાદે ફરતા અજાણ્યા ઈસમોએ જાણે નવસારી જિલ્લા પોલીસને (District Police) ખુલ્લી ચેલેન્જ ફેંકી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જિલ્લા પોલીસે પણ CCTV માં દેખાતા ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Surendranagar : ગેરકાયદેસર ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી 3 શ્રમિકોનાં મોત
આ પણ વાંચો - ED Raid : રૂ.197 કરોડનાં બેંક ફ્રોડ મામલે અમદાવાદ-રાજકોટમાં ED ની મોટી કાર્યવાહી
આ પણ વાંચો - Ahmedabad : SG હાઇવેના બ્રિજ પર બે કાર ધડાકાભેર અથડાઈ, એક યુવકનું મોત
ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ