Morbi : વધુ એક કરુણાંતિકા.... તળાવમાં ડૂબી જવાથી 3 માસૂમોનાં મોત
Morbi : મોરબી ( Morbi )જિલ્લામાં ફરી એક વખત 3 બાળકો (3 children)ડૂબી જવાના કારણે મોતની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા જ તળાવમાં ડૂબી જવાના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા ત્યારે આજે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વર્ષામેડી ગામે (Varshamedi village) આજે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
માળીયાના વર્ષામેડી ગામે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા
મળતી માહિતી મુજબ મોરબીમાં દિવસે ને દિવસે પાણીમાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે મચ્છુ નદીમાં સાત બાળકો ન્હાવા ગયા હતા. જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા તે ઘટનાને હજુ અઠવાડિયુ પણ નથી થયું ત્યાં માળિયા તાલુકાના વર્ષામેડી ગામે આજે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. ત્યારે ત્રણ બાળકોના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ.
મૃતક બાળકોના નામ
- મેહુલ મહાલીયા ઉંમર 10 વર્ષ
- શૈલેષ ચાવડા ઉંમર 8 વર્ષ
- ગોપાલ ચાવડા ઉંમર12 વર્ષ
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ મોરબીમાં ત્રણ બાળકો ડૂબી જવાના કારણે મોત નીપજયા હતા છતાં પણ તંત્ર નિંદ્રામાં હોય જેમ આજે ફરી એક વખત મોટી દુર્ઘટના બની છે. જેમાં પણ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે મોરબી જિલ્લામાં ત્રણ દિવસમાં છ બાળકોના ડૂબી જવાના કારણે મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો - Bhavnagar : હવે મહુવામાં રાજુગીરી બાપુ વિરુદ્ધ ઊગ્ર વિરોધ, કોળી ઠાકોર સમાજે ભર્યું આ પગલું!
આ પણ વાંચો - VADODARA : ભાજપ અગ્રણી પર હુમલા બાદ મોત કેસમાં બેની અટકાયત
આ પણ વાંચો - Heatwave: નિયમ વિરૂદ્ધ શ્રમિકો પાસે બિલ્ડર કામ કરાવે તો આ નંબર પર કરો ફરિયાદ