Maharaj : ગુજરાત હાઈકોર્ટ ફિલ્મ નિહાળી આપશે ચુકાદો, યશરાજ ફિલ્મ-નેટફિલક્સને કરી ટકોર
નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થનાર ફિલ્મ ‘મહારાજ’ ના (Maharaj Film) વિવાદને લઈ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદને જોતા ગુજરાત હાઈકોર્ટે ફિલ્મને નિહાળી ચુકાદો આપવાનો નિર્ણય કર્યો છે. યશરાજ ફિલ્મ (Yashraj Films) અને નેટફિલક્સે HC સમક્ષ સ્ક્રિનિંગનો પ્રસ્તાવ મુક્યો હતો.
યશરાજ ફિલ્મ અને નેટફિલક્સે ફિલ્મની સ્ક્રીનિંગનો પ્રસ્તાવ મુક્યો
નેટફ્લિક્સ પર રિલીઝ થનાર અને આમિર ખાનના (Amir Khan) પુત્ર જુનૈદ ખાનની (Junaid Khan) ડેબ્યુ ફિલ્મ ‘મહારાજ’ સામે ભગવાન શ્રીકૃષ્ણ માટે વાંધાજનક અને વિવાદ ઊભો થાય તે પ્રમાણેની વિગતો દર્શાવવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે. સાથે જ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરાઈ હતી. આ મામલે સુનાવણી દરમિયાન યશરાજ ફિલ્મ અને નેટફિલક્સે HC સમક્ષ ફિલ્મની સ્ક્રીનિંગનો પ્રસ્તાવ મુક્યો હતો અને ફિલ્મ જોયા પછી ચુકાદો આપવા વિનંતી કરી હતી. નેટફ્લિક્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ફિલ્મમાં કોઈપણ ધર્મ કે સંપ્રદાયને બદનામ કરવામાં આવ્યા નથી. જો કે, ફિલ્મ જોવાનાં આગ્રહ અને ચુકાદામાં ઝડપ મામલે HC એ યશરાજ ફિલ્મ્સને ટકોર કરી હતી.
ફિલ્મ જોયા બાદ કોર્ટ જે નિર્ણય આપશે તે માન્ય: અરજદાર
કોર્ટે કહ્યું કે, યશરાજ ફિલ્મ્સ (Yashraj Films) ફિલ્મનાં રિલીઝમાં ઝડપ ન કરી શકે. 1 વર્ષ સુધી ફિલ્મ રિલીઝ ન કરી તો હવે કેમ ઝડપ કરો છો ? ગુજરાત હાઈકોર્ટે બુધવારે કહ્યું કે તે યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સનાં સૂચનોને પગલે ફિલ્મ જોશે અને ત્યાર બાદ ચુકાદો આપશે. ફિલ્મને લઈને આવતીકાલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. બીજી તરફ અરજદારે કહ્યું કે, ફિલ્મ જોયા બાદ કોર્ટ જે નિર્ણય આપશે તે અમને માન્ય રહેશે.
આ પણ વાંચો - ‘Maharaj’ ફિલ્મને લઈને હાઇકોર્ટમાં ફિલ્મ નિર્માતાઓ રજૂઆત સાથે પહોંચ્યા
આ પણ વાંચો - Gujarat High Court આમિરનના પુત્રની વધી મુશ્કેલીઓ, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝડકો
આ પણ વાંચો - Maharaja : હાઇકોર્ટમાં સુનાવણી, વકીલે કહ્યું- અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા..!