Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch Fake Tollbooth : નકલી ટોલનાકા કૌભાંડમાં તપાસના આદેશ, મોટા માથાઓના નામ સામે આવે તેવી વકી

કચ્છના (Kutch) ભુજ-નખત્રાણા હાઈવે પર અસલીની બાજુમાં જ નકલી ટોલનાકું ધમધમતું હોવાના અહેવાલ સામે આવતા ભારે ચકચાર મચી છે. ભારે વાહનોને ઓછા રૂપિયા લઈને બારોબાર પસાર કરવવાનું કૌભાંડ સામે આવતા હવે આ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. માહિતી...
kutch fake tollbooth   નકલી ટોલનાકા કૌભાંડમાં તપાસના આદેશ  મોટા માથાઓના નામ સામે આવે તેવી વકી

કચ્છના (Kutch) ભુજ-નખત્રાણા હાઈવે પર અસલીની બાજુમાં જ નકલી ટોલનાકું ધમધમતું હોવાના અહેવાલ સામે આવતા ભારે ચકચાર મચી છે. ભારે વાહનોને ઓછા રૂપિયા લઈને બારોબાર પસાર કરવવાનું કૌભાંડ સામે આવતા હવે આ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. માહિતી મુજબ, ભુજ (Bhuj) તાલુકાના સામત્રા (Samtra) નજીક ટોલનાકું જ બાયપાસ હતું. ખાનગી જમીનમાં રસ્તો બનાવીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું.

Advertisement

કચ્છના ભુજ- નખત્રાણા હાઈવે (Bhuj-Nakhtrana highway) પર સામત્રા ટોલનાકું આવેલું છે. પરંતુ, આ ટોલનાકેથી ભારે અતિ ભારે વાહનોને બારોબાર પસાર કરાવવા માટે ટોલનાકાને અડીને જ એક ચોર રસ્તો બનાવાયો છે. સામત્રા ટોલનાકાથી (Samtra Tolanaka) થોડે દૂર ભુજ-નલિયા ધોરીમાર્ગ પર ચાર રસ્તો બનાવીને રાત્રિ દરમિયાન ભારે વાહનોને પસાર કરાવાય છે. વાંકાનેર- મોરબી (Wankaner-Morbi) બાદ કચ્છમાં એક નવી મોડસ ઓપરેન્ડી બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જિલ્લા કલેક્ટર સુધી આ બાબત પહોંચતા જ તપાસના આદેશ આપી દેવાયા છે. માહિતી મુજબ, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ (District Collector Amit Arora) આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

Advertisement

મોડીરાત્રે CCTV કેમેરા બંધ કરીને ટોલ ટેક્સની ચોરીનું કૌભાંડ

પ્રાપ્ત અહેવાલ મુજબ, મોડીરાત્રે સીસીટીવી કેમેરા બંધ કરીને ટોલ ટેક્સ ચોરીની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ભુજ-નખત્રાણા હાઈવે પર સામત્રા પાસેનું ટોલનાકું આમ તો ઘણાં સમયથી ચર્ચામાં હતું. પરંતુ, સોશિયલ મીડિયામાં ટોલ ટોક્સની ચોરી અંગેના કારસ્તાન અંગેના ફોટોગ્રાફ સહિતની વિગતો ફરતી થતા ચક્ચાર મચી છે. ટોલનાકાની બાજુના ખાનગી ખેતરમાંથી એક રસ્તો બનાવાયો છે. સામાન્ય રસ્તો જણાતાં આ માર્ગથી રાતના સમયે ભારે અતિ ભારે વાહનોને ઓછા રૂપિયામાં બારોબાર પસાર કરાવીને ટોલ ટેક્સની ચોરી આચરવામાં આવે છે.

રૂ. 500 ને બદલે રૂ. 200-300 વસૂલી જવા દેવાનું કારસ્તાન

ટોલનાકામાંથી પસાર થાય તો રૂ. 500 ટોલ ટેક્સ પેટે ભરવામાં આવતા હોય છે. પરંતુ, અસલી ટોલનાકાની (Tolanaka) બાજુમાં જ નકલી ટોલનાકું બનાવીને રાતના સમયે ભારેથી અતિભારે વાહનોચાલકો પાસેથી રૂ. 200-300 વસૂલી પસાર કરાવવામાં આવે છે. ભુજ-નખત્રાણા હાઈવે પર પવનચક્કી, મીઠા તેમ જ ખનીજ ભરેલા વાહનોને રૂ. 500 ને બદલે રૂ. 200-300 વસૂલી જવા દેવાનું કારસ્તાન સોશિયલ મીડિયા થકી ચર્ચાસ્પદ બન્યું હતું. આ મામલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં મસમોટું કૌભાંડ અને મોટા માથાઓના નામ સામે આવે તેવી વકી છે.

Advertisement

આ પણ વાંચો - Kutch Fake TollPass: કચ્છમાં બારોબાર રૂપિયા લઇને વાહન પસાર કરાવવાનું વધુ એક ટોલનાકું કૌભાંડ

Tags :
Advertisement

.