Kutch : કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, વહેલી સવારે 4.45 કલાકે અનુભવાયો આંચકો
કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાક સરહદે 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. વહેલી સવારે 4.45 કલાકે આંચકો આવતા લોકોમાં ભયના માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી (Khawda) 34 કિમી દૂર નોંધાયું છે. જો કે, સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિના કે નુકસાનના સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડા નજીક
કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. લોકોએ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા છે. માહિતી મુજબ, ભારત-પાક સરહદે (Indo-Pak Border) 2.6 ની તીવ્રતાનો આચંકો આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે 4.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યા હોવાની માહિતી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી (Khawda) 34 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી નુકસાનની માહિતી નથી.
અગાઉ ભચાઉમાં આવ્યો હતો ભૂકંપ
જણાવી દઈએ કે, આ પહેલા પણ કચ્છના (Kutch) ભચાઉના ધોળાવીરા વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. અહીં, ભૂકંપની તીવ્રતા 2.8 ની નોંધાઈ હતી. જો કે, આંચકાથી કોઈ મોટી નુકસાની થઈ નહોતી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ભૂકંપનું (Earthquake) કેન્દ્રબિંદુ ધોળાવીરાથી (Dholavira) 100 કિમી દૂર પાકિસ્તાન પાસે નોંધાયું છે.
આ પણ વાંચો - Ahmedabad : ‘જનેતાને શર્મસાર કરે તેવી ઘટના’ અંગત સ્વાર્થ માટે પોતાની જ દીકરીનું ગળું કાપી નાખ્યું
આ પણ વાંચો - SURAT : BULLET TRAIN નો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો - Bharuch: 5 સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, હજારો ભક્તોએ ખેંચ્યો રથ