Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kinjal Dave : 'ચાર ચાર બંગડીવાળી' ગીત વિવાદમાં કિંજલ દવેને મોટો ફટકો, કોર્ટે ફટકાર્યો આટલો દંડ

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને (Kinjal Dave) લઈને મોટા સમાચાર આવ્યા છે. કિંજલ દવેના લોકપ્રિય ગીત 'ચાર ચાર બંગડીવાળી' ના (Char Char Bangdi) વિવાદને લઈ સિટી સિવિલ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જે હેઠળ, કિંજલ દવેને દંડ ફટકારવામાં આવ્યો...
kinjal dave     ચાર ચાર બંગડીવાળી  ગીત વિવાદમાં કિંજલ દવેને મોટો ફટકો  કોર્ટે ફટકાર્યો આટલો દંડ

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને (Kinjal Dave) લઈને મોટા સમાચાર આવ્યા છે. કિંજલ દવેના લોકપ્રિય ગીત 'ચાર ચાર બંગડીવાળી' ના (Char Char Bangdi) વિવાદને લઈ સિટી સિવિલ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જે હેઠળ, કિંજલ દવેને દંડ ફટકારવામાં આવ્યો છે. કિંજલ દવેને કોર્ટ દ્વારા રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. માહિતી મુજબ, કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી પણ માગી છે. જે કોર્ટે નકારી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, જે ગીતને લઈ સિંગર કિંજલ દવે (Kinjal Dave) ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. તે ગીત 'ચાર ચાર બંગડીવાળી' ને (Char Char Bangdi) લઈ મોટો વિવાદ પણ સર્જાયો હતો. આ ગીતની સામે અરજદાર કાર્તિક પટેલ (Karthik Patel) દ્વારા સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં રહેતા સિંગર છે, જેમને આ ગીત લખ્યું, ગાયું અને કમ્પોઝ પણ કર્યું હતું. કાર્તિક પટેલની ફરિયાદ બાદ હવે આ મામલે સિટી સિવિલ સેશન્સ કોર્ટે (City Civil Sessions Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને સિંગર કિંજલ પટેલને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ 7 દિવસની અંદર અરજદાર કાર્તિક પટેલને (Karthik Patel) ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે. જો કે, ગુજરાતી સિંગર કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી પણ માગી છે. પરંતુ, કોર્ટે કહ્યું કે, અનેક સ્થળે ગીત ગાઈને રૂપિયા કમાયા છે, માફી યોગ્ય નથી. જણાવી દઈએ કે અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા આ ગીતના ઉપયોગ બદલ અને કોપીરાઇટ્સ નિયમોના ભંગ બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

શું છે વિવાદ?

વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયાના સિંગર કાર્તિક પટેલ દ્વારા આ 'ચાર ચાર બંગડીવાળી' (Char Char Bangdi) ગીત લખવામાં આવ્યું હતું. સાથે જ ગીતને કમ્પોઝ અને ગાવામાં પણ આવ્યું હતું. ત્યાર બાદ ગુજરાતી સિંગર કિંજલ દવે (Kinjal Dave) દ્વારા કોપીરાઇટ એક્ટનો ભંગ કરી આ સમગ્ર ગીતનો ઉપયોગ કરી પોતે ગાઈને વીડિયો રિલીઝ કરી અઢળક કમાણી કરવામાં આવી હતી. આ ગીતના રિલીઝ બાદ સિંગર કિંજલ દવેની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થયો હતો. કિંજલ દવે એ અનેક મંચો પર પણ આ ગીત ગાઈને લાખો- કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

ત્યારે આ ગીતના મુખ્ય સિંગર કાર્તિક પટેલ (Karthik Patel) દ્વારા સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. કે તેમની સાથે અન્યાય થયો છે અને તેમની મંજૂરી વગર તેમના ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે હવે વર્ષો પછી સિટી સિવિલ સેશન્સ કોર્ટે (City Civil Sessions Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સિંગર કિંજલ દવેને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે અને આ દંડ 7 દિવસની અંદર અરજદાર કાર્તિક પટેલને ચુકવવા હુકમ કર્યો છે. જો કે, કિંજલ દવે એ કોર્ટમાં બિનશરતી માફી પણ માગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે, અનેક સ્થળે ગીત ગાઈને રૂપિયા કમાયા છે, માફી યોગ્ય નથી. આ ગીતના રિલીઝ થયા બાદ કિંજલ દવેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં પહોંચી હતી. આ ગીતે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી. જો કે, આ ગીત સાથે કિંજલ દવે વિવાદોમાં પણ સપડાઈ હતી. એવી માહિતી પણ છે કે, આ ગીતના વીડિયોમાં કિંજલ દવેએ જે કારનો ઉપયોગ કર્યો હતો તે કાર પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાઈ હતી. આ કારણે પણ કિંજલ દવેની મુશ્કેલીઓ વધી હતી.

Advertisement

આ પણ વાંચો - Lok Sabha 2024 : કોંગ્રેસને ફટકો! અર્જુન ખાટરિયાએ CM, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો

Tags :
Advertisement

.