Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT માં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, આ વર્ષે તમે કેરી ખાઇ શકશો કે નહી જાણો

RAJKOT NEWS : ફળોના રાજા કેરીની સીઝન હવે અધિકારીક રીતે શરૂ થઇ ચુકી છે. દેશ વિદેશમાં ખ્યાતનામ કેસરકેરીની આવક તલાલા માર્કેટિંગ યાર્ડમાં આવવાની શરૂ થઇ ચુકી છે. બોક્સોની હરાજીઓ પણ શરૂ થઇ ચુકી છે. આગામી સમયમાં કેસર કેરીની આવકમાં વધારો...
rajkot માં કેસર કેરીની હરાજીનો પ્રારંભ  આ વર્ષે તમે કેરી ખાઇ શકશો કે નહી જાણો

RAJKOT NEWS : ફળોના રાજા કેરીની સીઝન હવે અધિકારીક રીતે શરૂ થઇ ચુકી છે. દેશ વિદેશમાં ખ્યાતનામ કેસરકેરીની આવક તલાલા માર્કેટિંગ યાર્ડમાં આવવાની શરૂ થઇ ચુકી છે. બોક્સોની હરાજીઓ પણ શરૂ થઇ ચુકી છે. આગામી સમયમાં કેસર કેરીની આવકમાં વધારો થાય તેવી પણ શક્યતા છે. આજે તલાલા ખાતે કેસર કેરીના બોક્સની હરાજી થઇ હતી. પહેલા જ દિવસે હરાજીમાં 3400 બોક્સ જેટલી કેસર કેરી નોંધાઇ હતી. જે ગત્ત વર્ષની તુલનાએ ઘણી જ ઓછી છે. જો કે આ વખતે વાતાવરણ ડહોળાયેલું રહેવાનાં કારણે કેસર કેરીની આવક પણ ઓછી જ રહે તેવી શક્યતા છે.

Advertisement

ગત્ત વર્ષે સાાડ અગીયારલાખ કરતા વધારે બોક્સ કેરીની આવક

તલાલા યાર્ડમાં ગત્ત વર્ષે 11.50 લાખ કેરીના બોક્સની આખી સીઝન દરમિયાન આવક રહી હતી. જો કે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરના ભાગરૂપે પાક ઓછો થયો છે. કાચી કેરીઓ પણ મોટા પ્રમાણમાં ખરી પડી અને વાવાઝોડાની અસરના કારણે મોર પણ બેસ્યા નહોતા. જો કે તેમ છતા પણ આ વર્ષે પાંચ લાખ બોક્સની કેરીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. છેલ્લા દસ દિવસથી કેસર, લંગડો અને જમાદાર કેરીની આવક માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઇ ચુકી છે.

કેરીની કિંમત આ વર્ષે ઉંચી રહે તેવી શક્યતા

ગોંડલમાં ગઇકાલે પણ કેરીની સારી એવી આવક થઇ હતી. જેનો ભાવ કેરીની ગુણવત્તા અનુસાર 1400 થી 1900 રૂપિયા રહેવાની શક્યતા છે. રાજકોટ મેંગો માર્કેટમાં 4000 બોક્સની આવક થઇ હતી. ગત્ત વર્ષે આ દિવસો દરમિયાન 12000 બોક્સની આવક થઇ હતી. જેથી તુલનાત્મક રીતે યાર્ડમાં આવક ઘટી હતી. આ ઉપરાંત જે પ્રકારના ભાવ જોવા મળી રહ્યા છે તેને જોતા સામાન્ય લોકો માટે કેરી આ વર્ષે કડવી સાબિત થાય તેવી પણ શક્યતા છે. હાલ તો કેરીની આવક વધારે થાય અને કિંમતોમાં ઘટાડો થાય તેની રાહ જોવાઇ રહી છે.

Advertisement

આ પણ વાંચો : Sabarkantha થી PM મોદી – પેઢીઓ અને સદીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો

આ પણ વાંચો : BHARUCH : ઇન્સ્ટાગ્રામે તો હદ કરી, સગીર યુવતીને યુવકે ભગાડી..

Tags :
Advertisement

.