Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : કાર-બાઇક વચ્ચે અકસ્માત થતાં બે આશાસ્પદ યુવકોનાં મોત, યુવતી સહિત 4 ઇજાગ્રસ્ત

જુનાગઢમાં (Junagadh) અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત (car and a bike accident) સર્જાતા કાર બેકાબૂ થઈ રોડ સાઈડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઇપ કારને આરપાર થઈ હતી. આ...
junagadh   કાર બાઇક વચ્ચે અકસ્માત થતાં બે આશાસ્પદ યુવકોનાં મોત  યુવતી સહિત 4 ઇજાગ્રસ્ત

જુનાગઢમાં (Junagadh) અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત (car and a bike accident) સર્જાતા કાર બેકાબૂ થઈ રોડ સાઈડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઇપ કારને આરપાર થઈ હતી. આ અક્સમાતમાં બે આશાસ્પદ યુવકનાં મોત નીપજ્યા છે જ્યારે બે યુવતી સાથે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.

Advertisement

કારસવાર બેનો મોત

જુનાગઢ (Junagadh) જિલ્લાના સોનારડી (Sonardi) પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક સફેદ કલરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં કાર બેકાબૂ થઈને રોડ સાઇડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઇપ કારની આરપાર થઈ ગઈ હતી. માહિતી મુજબ, આ અકસ્માતમાં કારસવાર બે આશાસ્પદ યુવકોનાં મોત નીપજ્યા છે. જ્યારે બે યુવતી સહિત કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની (Junagadh Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે મોકલી તેમની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone : અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? બીજી દુર્ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરશો ? : HC

Advertisement

આ પણ વાંચો - VADODARA : દાદી સાથે જવાની જીદ પુરી નહી થતા દિકરીએ દવા ગટગટાવી

આ પણ વાંચો - Rajkot : અકસ્માત બાદ ઉશ્કેરાયેલ મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને આગ ચાપી, પછી નાચવા લાગી!

Tags :
Advertisement

.