Junagadh : ઉપલા દાતારના મહંત 75 વર્ષથી નથી કરી શક્યા મતદાન..
Junagadh : જુનાગઢ (Junagadh) ઉપલા દાતારની (Upper Datar )જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે ત્યારે આઝાદી સમયથી દાતારની જગ્યાના મહંતો મતદાનથી વંચિત રહ્યા છે ત્યારે હાલના મહંતે ચૂંટણી પંચને (Election Commission)મતદાન મથક ઉભુ કરવાની અપીલ કરી છે. ભીમ બાપુ (Bhim Bapu) એ એક વર્ષ પહેલા જિલ્લા કલેકટરને (District Collector) પત્ર લખેલો કે મારા એક મત માટે જો આ મતદાન મથક ઊભું કરાય તો હું મતદાન કરવા ઉત્સુક છું. ભીમ બાપુનું ચૂંટણી આઈકાર્ડ પણ છે. મહત્વનું છે કે, ગઇકાલે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી અને જિલ્લા કલેકટરે પણ ચૂંટણી અંગેની પ્રક્રિયાની યાદી બહાર પાડી જેમાં ઉપલા દાતાર મતદાન માટે કોઈ ઉલ્લેખ કરાયો નથી.
ગાદીપતિ ભીમ બાપુએ કરી મતદાનબુથની માંગ
જુનાગઢ ગીરનાર સમીપ ઉપલા દાતારની જગ્યા ખુબ ઊંચાઈ ઉપર આવેલી છે અને ઉપલા દાતારની જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે ત્યારે આ જગ્યાના નવાબી સમયમા પેહલા મહંત પટેલ બાપુ હતા તે બ્રહ્નલીન થયા તેની જગ્યાએ વિઠ્ઠલ બાપુ મહંત બન્યા પણ સમય જતા તે પણ બ્રહ્મલીન થતા હાલ ભીમ બાપુ ગાદીપદે બિરાજમાન છે. ઉપલા દાતારની જગ્યા આસન સિદ્ધ તરીકે ઓળખાય છે એટલે ઉપલા દાતાર જગ્યા ના જે પણ મહંત બને એ કોઇ દિવસ જગ્યા છોડીને નીચે ઉતરતા નથી પટેલ બાપૂ અને વિઠ્ઠલ બાપુ દેવ પામ્યા બાદ બંને મહંતની સમાધી પણ જગ્યા મા આપવામા આવી હતી ત્યારે આઝાદી કાળથી જગ્યાના મહંત તમામ મહંતો મતદાનથી વંચિત રહ્યા છે. લોકશાહીને જીવંત રાખવા પવિત્ર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે અને લોકશાહીમાં દરેક નાગરિકે પોતાનો પવિત્ર મત આપવો જોઈએ, તેવી અપીલ પણ કરી હતી. જો ચૂંટણી પંચ ઉપલા દાતાર જગ્યામાં મતદાન મથક ઉભું કરવામાં આવેતો હું મારા પવિત્ર મત આપી શકુ. લોકશાહીનું પર્વ માનીને મતદાન અચૂક કરીશ અને મારો કિંમતી અને પવિત્ર મતનું મતદાન કરીશ તેવી અપીલ ભીમબાપુ એ ચૂંટણી પંચને કરી છે.
પહેલા એક મત માટે મતદાન મથક ઊભું કરાયું હતું
2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું પર્વ ખરા અર્થમાં સાર્થક બને એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વર્ષો પહેલા મધ્યગીરમાં આવેલ બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપૂ માટે એક મત માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું પરંતુ ભરતદાસ બાપુનું અવસાન થતા એ મતદાન મથક બંધ થયું ત્યારે હાલના મહંત ભીમ બાપુએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે પવિત્ર અને કિંમતી મત આપવાનો અધિકાર દરેક ભારતીય નાગરીક છે. ત્યારે જો ઉપલા દાતારની જગ્યામાં મતદાન મથક ઉભુ કરવામાં આવશે તો ખુશી વ્યક્ત થશે અને મતદારોને પણ અપીલ કરી હતી કે મતદાન કરવું જોઈએ.
આ પણ વાંચો - મતદાન જાગૃતિ માટે ઠેર ઠેર ‘Run for Vote’ નું આયોજન, મહેસાણામાં રેપ સોંગથી અનોખો પ્રયાસ
આ પણ વાંચો - VADODARA : ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી નાગરિક ધર્મ નિભાવવા અપીલ
આ પણ વાંચો - SURAT : આજે પ્રચારનો અંતિમ દિવસ, CR પાટીલની બે ભવ્ય રેલી, હર્ષ સંઘવીએ પ્રચાર સમયે કંઈક આવું કરી સૌને ચોંકાવ્યા!