HSC Result : ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના આ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
HSC Result : ગુજરાત બોર્ડ (Gujarat Board)ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું (HSC Result)પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. જેમાં ગુજરાતમાં ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ આવ્યું છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ
ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. જેમાં આજે વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારું પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 8983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં 127 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યુ
વિજ્ઞાન પ્રવાહમાં 127 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યુ છે. ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.91 ટકા પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું 51.11 ટકા સૌથી ઓછું પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ છે. 27 શાળાઓમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યુ છે. અંગ્રેજી માધ્યમનું 81.92 ટકા પરિણામ આવ્યુ છે. ગુજરાતી માધ્યમનું 82.94 ટકા પરિણામ આવ્યું છે.
- A - ગ્રુપનું 90.11 ટકા પરિણામ
- B - ગ્રુપનું 78.34 ટકા પરિણામ
- AB - ગ્રુપનું 68.42 ટકા પરિણામ
આ પણ વાંચો - SSC Result : ધોરણ- 10નું પરિણામ આ તારીખે થશે જાહેર
આ પણ વાંચો - HSC Result : ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
આ પણ વાંચો - Election : IFFCO માં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીનો જામ્યો જંગ