Harani Lake Tragedy : આજે HC માં સુનાવણી, તપાસમાં મોટો ખુલાસો, આરોપી પરેશ શાહ નીકળ્યો ચીટર!
વડોદરાની હરણી લેક દુર્ઘટના (Harani Lake Tragedy) મામલે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મસમોટા ખુલાસા સામે આવી રહ્યા છે. મુખ્ય આરોપી પરેશ શાહને લઈ વધુ એક મોટો ખુલાસો થયો છે. આરોપી ગોપાલ શાહ અને બિનિત કોટિયાએ (Binit Kotia) પોલીસ સમક્ષ મોટો દાવો કરતા કહ્યું કે, પરેશ શાહ (Paresh Shah) એ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો તેની જાણ કરી નહોતી. બંનેએ પોલીસની પૂછપરછમાં પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી હતી. જણવી દઈએ કે, આજે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે. જ્યારે વડોદરા પોલીસ (Vadodara Police) અત્યાર સુધી કરેલી તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરશે.
વડોદરાની ગોઝારી હરણી લેક દુર્ઘટના (Harani Lake Tragedy) મામલે આજે એટલે કે સોમવારે હાઈકોર્ટમાં (High Court) સુનાવણી હાથ ધરાશે. સુનાવણી દરમિયાન વડોદરા પોલીસ અત્યાર સુધી કરેલી તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરશે. જો કે, આ પહેલા પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. આરોપી ગોપાલ શાહ (Gopal Shah) અને બિનિત કોટિયાએ મુખ્ય આરોપી પરેશ શાહ અંગે મસમોટો ખુલાસો કર્યો છે અને કહ્યું કે, પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની તેમણે જાણ કરી નહોતી. ગોપાલ શાહ અને બિનિત કોટિયાએ પોલીસ સમક્ષ પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી હતી.
કલેક્ટર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે
તપાસ મુજબ, હરણી લેક ઝોનનો પેટા કોન્ટ્રાક્ટ દસ મહિના પહેલા નિલેશ જૈન સાથે કરાયો હતો. જો કે, આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસે પરેશ શાહના ઘર અને પેટ્રોલ પંપ પર તપાસ કરી હતી અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે, જેની પણ તપાસ કરાશે. બીજી તરફ વડોદરા હરણી લેક દુર્ઘટના (Harani Lake Tragedy) મામલે રાજ્ય સરકારે કલેક્ટરને 10 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. ત્યારે આજે 10 દિવસ પૂરા થતાં કલેક્ટર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી શકે છે. કલેક્ટરના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર જવાબદારો સામે કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો - Weather : હાડ થીજવતી ઠંડીથી ઠુંઠવાતા લોકો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી આ આગાહી