Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain: સોમનાથ,અમરેલી સહિત આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

Gujarat forecast Rain:  ગીરસોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ (Monsoon)આવ્યો છે. તેમાં કોડીનાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ કોડીનારના ડોળાસા, વેળવા ગામ તથા બાવાના પીપળવા, કડોદરામાં વરસાદ આવ્યો છે. તથા ઉનાના કેસરિયા, અમરેલી,પોરબંદર સહિતના ગામોમાં...
gujarat rain  સોમનાથ અમરેલી સહિત આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

Gujarat forecast Rain:  ગીરસોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ (Monsoon)આવ્યો છે. તેમાં કોડીનાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ કોડીનારના ડોળાસા, વેળવા ગામ તથા બાવાના પીપળવા, કડોદરામાં વરસાદ આવ્યો છે. તથા ઉનાના કેસરિયા, અમરેલી,પોરબંદર સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

Advertisement

ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ

ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં સીઝનના પ્રથમ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં છે. જયારે બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી છે. તેમજ પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં કુણવદર, ખાંભોદર સહિતના ગામોમાં વરસાદ થયો છે. બરડા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો

અમરેલી જિલ્લામાં આષાઢી માહોલ જામી ગયો છે ને આજે મેઘરાજા મન મૂકીને અમરેલી જિલ્લામાં વરસી રહ્યા છે બાબરા પંથકના વાવડા ગામે એક કલાકમાં દોઢ થી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો તો લાઠી પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા તો લીલીયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ગામડામાં વરસાદ રોદ્ર સ્વરૂપ બતાવ્યું હતું જ્યારે ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે અંધરાધાર વરસાદ વરસ્યો હતો જ્યારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેહુલિયો માં મૂકીને વરસતો જોવા મળ્યો હતો જ્યારે સાવરકુંડલા શહેરમાં પ્રથમ વરસાદથી બાળકોએ નાહવાની અદભુત મજા માણી હતી ને વીજળીના કાળકા ભડાકા સાથે ખાબકેલા વરસાદમાં બાળકોએ વરસાદી પાણીની મજા માણી હતી એકંદરે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર વરસાદ મં મૂકીને વરસતો જોવા મળ્યો હતો સાવરકુંડલા ની નાવલી નદીમાં આજે નવા નીરની આવક થઈ હોય તેમ ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા

Advertisement

ભાવનગર જિલ્લાના સતત બીજા દિવસે કેટલા વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલીતાણા, મહુંવા અને જેસર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું હતું. નોંધનીય છે કે, આજે સવારે વલસાડ જિલ્લાના મોટા ભાગના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો બકો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પણ  વાંચો  - Ahmedabad: ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની અમદાવાદમાં મળી બેઠક

આ પણ  વાંચો  - VADODARA : ગુજરાતમાંથી મોંઘીદાટ બાઇકો ચોરી રાજસ્થાન લઇ જતા ત્રણ ઝબ્બે

આ પણ  વાંચો  - Bharuch: ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં એકનું મોત

Tags :
Advertisement

.