Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat PSI Suspende: અયોગ્ય રીતે રજા લેતા રાજ્યમાં 5 PSI સસ્પેન્ડ કરવામાં આવ્યા

Gujarat PSI Suspende: પોલીસની તાલીમ દરમિયાન બહાના બાજી નહીં ચાલે આવો કડક સંદેશો આપતા કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીના IPG અભય ચુડાસમાએ પાંચ PSI ને Suspend કર્યા છે. 5 PSI ને Suspend કરવામાં આવ્યા વિવિધ અયોગ્ય બાહનાઓ બતાવીને રજાઓ પાડતા વારંવાર...
gujarat psi suspende  અયોગ્ય રીતે રજા લેતા રાજ્યમાં 5 psi સસ્પેન્ડ કરવામાં આવ્યા
Gujarat PSI Suspende: પોલીસની તાલીમ દરમિયાન બહાના બાજી નહીં ચાલે આવો કડક સંદેશો આપતા કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીના IPG અભય ચુડાસમાએ પાંચ PSI ને Suspend કર્યા છે.
  • 5 PSI ને Suspend કરવામાં આવ્યા
  • વિવિધ અયોગ્ય બાહનાઓ બતાવીને રજાઓ પાડતા
  • વારંવાર ટકોર કરવા પણ ગેરવર્તણૂક જારી રાખી

5 PSI ને Suspend કરવામાં આવ્યા

શિસ્તના પાયા પર રચાયેલા પોલીસ ફોર્સમાં ખોટા બહાના કરીને ખ રજા લઈ રહેલા તાલીમી પોલીસ અધિકારીઓ સામે શિસ્તના આગ્રહી એવા આઇપીએસ અભય ચુડાસમાએ કડક કાર્યવાહી શરૂ કરતાં ફાફડાટ ફેલાયો છે. આઈપીએસ દ્વારા 5 PSI Suspend કરવામાં આવ્યાં છે.

વિવિધ અયોગ્ય બાહનાઓ બતાવીને રજાઓ પાડતા

આ તાલીમાર્થીઓએ ખોટી કંકોત્રી છપાવી, જુનીયર કલાર્ક, તલાટી જેવી પો.સ.ઇ. કક્ષાથી નીચેના દરજજાની તથા ઓછા પગાર ધોરણ ધરાવતી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના, પોતાની સગાઇ, ભાઇ-બહેનની સગાઇ, ભાઇ-બહેનના લગ્ન વિગેરે મતલબના ખોટા બહાના હેઠળ સંસ્થાના ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોરી ખોટી રજાઓ મેળવી હતી. તેઓને વિરુધ્ધ રીપોર્ટ કરવા છતાં તેઓએ ગેરશિસ્ત ભર્યુ વર્તન ચાલુ રાખ્યું હતું

વારંવાર ટકોર કરવા પણ ગેરવર્તણૂક જારી રાખી

તદ્ઉપરાંત ચેતવણી તથા ઠપકાની શિક્ષા કરવા કરવા છતાં તેમના વર્તનમાં કોઇ પણ પ્રકારનો સુધારો આવ્યો નહીં. તેઓને તાલીમ દરમ્યાન રૂ. 49,000 જેટલો પગાર મળતો હોવા છતાં પોતાની ફરજ ટાળવાની વૃત્તિથી વિવિધ પ્રકારની રજાઓ મેળવી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક કરી હતી. આમ પોલીસ ખાતા જેવા શિસ્ત વિભાગમાં નોકરીમાં ચાલુ રાખવા હિતાવહ ન હોઇ તેઓની નોકરી સમાપ્ત કરવા હુકમ કરવામાં આવ્યા છે.

Suspend કરાયેલા તાલીમી PSI ની યાદી

(૧) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ.મુન્‍નાભાઇ એચ.
(૨) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ દેવલબેન વજુભાઇ દેવમુરારી
(૩) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ કમલેશકુમાર  તલાભાઇ સુથાર
(૪) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ માદેવભાઈ અચળાભાઈ  પટેલ
(૫) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ હરેશદાન અશોકદાન ટાપરીયા
Advertisement
Tags :
Advertisement

.