Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Football League: ગુજરાત સુપર લીગ ગુજરાત ફૂટબોલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે

Gujarat Football League: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) પ્રમુખ પરિમલ નથવણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ (Football League) તરીકે ઇતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમત (Football) ની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ (GSL) એક મહત્વપૂર્ણ...
gujarat football league  ગુજરાત સુપર લીગ ગુજરાત ફૂટબોલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે

Gujarat Football League: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) પ્રમુખ પરિમલ નથવણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ (Football League) તરીકે ઇતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમત (Football) ની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ (GSL) એક મહત્વપૂર્ણ પડાવ છે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને (All India Football Federation) પણ તેને મંજૂરી આપી દીધી છે.

Advertisement

આ સુપર લીગ (Football League) માં 6 ટીમો એક બીજા સાથે પંદર મેચોમાં ગળાકાપ સ્પર્ધા કરશે અને ફાઇનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે. આ લીગ (Football League) નો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલ (Football) નું સ્તર તો ઉપર લાવશે જ, સાથે સાથે સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકવા માટે પ્લેટફોર્મ પૂરૂં પાડશે.

ગુજરાત સુપર લીગ ટીમના માલિકની યાદી

આ લીગમાં ટીમ ઓનર તરીકે (1) લોયલ ઇક્વિપમેન્ટ લિમિટેડના અલ્પેશ પટેલ (2) કે ઍન્ડ ડી કોમ્યુનિકેશનના કમલેશ ગોહિલ, (3) રત્નમણી મેટલ્સ ઍન્ડ ટ્યુબ્સ લિમિટેડના પ્રશાંત સંઘવી, (4) વીવા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડના સાહિલ પટેલ, (5) ટ્રુવેલ્યુ ગ્રુપના મનીષ પટેલ અને શ્રી સુહૃદ પટેલ તથા (6) અક્ષિતા કોટન લિમિટેડના કુશલ એન. પટેલ એ તૈયારી દર્શાવી છે.

Advertisement

લીગનો ઉદ્દેશ્ય ફૂટબોલ ખેલાડીઓને નાણાંકીય રીતે સહાયભૂત થવાનો પણ છે

GSFA રિલાયન્સ કપ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સીનિયર મેન ફૂટબોલ ટુર્નામેન્ટ અને GSFA સીનિયર કલબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ (Football Tournament) માં ઝળકેલા ખેલાડીઓમાંથી બન્ને ટુર્નામેન્ટો (Football Tournament) માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તેવા 84 ખેલાડીઓ સહિત સબસ્ટિટ્યુટ ખેલાડીઓ આ 6 ટીમો માટે પસંદ કરાશે.

વધુમાં, છેલ્લે અરૂણાચલ પ્રદેશમાં રમાયેલી 77 મી સંતોષ ટ્રોફીમાં જે બાર ટીમો રમી હતી તેમાંના 36 ગુજરાત (Gujarat) બહારના ખેલાડીઓનો પણ આ ટીમોમાં સમાવેશ થશે. આમ લીગમાં રાજ્યના તથા રાષ્ટ્રના પ્રતિભાવન ખેલાડીઓ GSFA ને વધુ ઊંડાણ અને વૈવિધ્ય પ્રદાન કરશે. આ સુપર લીગ (Football Tournament) માટે તમામ હેડ કોચ તરીકે એ.એફ.સી. ‘A’ સર્ટિફિકેટ ધરાવતા ગુજરાતના કોચ રહેશે અને ટેકનીકલ સ્ટાફ પણ ગુજરાતમાંથી જ રહેશે. આમ, ગુજરાતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય આ સુપર લીગ પાછળ રહેલો છે.

Advertisement

જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે

સ્થાનિક ઉભરતા પ્રતિભાશાળી ખેલાડીઓને અનુભવી અને ઘડાયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળે તેવી રીતે ટીમો તૈયાર કરવામાં આવશે. જેની જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. ગુજરાત સુપર લીગ (Football Tournament) ની મેચો તા. 01-05-2024 થી તા. 12-05-2024 સુધી ફીફા પ્રમાણિત ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદમાં રમાડવામાં આવશે, જ્યાં ખેલાડીઓ તેમજ દર્શકો બન્ને રમતનો આનંદ માણી શકે તેમ છે. ગુજરાત સુપર લીગ આ પહેલ સાથે રાજ્યમાં ફૂટબોલને પુનઃપરિભાષિત કરશે અને નવી પેઢીના રમતવીરોને ભવ્ય ભાવિ તરફ ધપવાની પ્રેરણા આપશે.

આ પણ વાંચો: GODHRA : અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા

આ પણ વાંચો: Anand Lok Sabha seat : 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા

આ પણ વાંચો: Parshottam Rupala Statement Update: અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ કેન્દ્રીય મંત્રીની સામે આંખ લાલ કરી

Tags :
Advertisement

.